“મારું મીટર, સ્માર્ટ મીટર”: ડીજીવીસીએલનો અનોખો અવેરનેસ કેમ્પેઈન શરૂ
હવે દરેક વપરાશકર્તા બનશે સ્માર્ટ વીજ વપરાશનો હિસ્સો

સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) દ્વારા “મારું મીટર, સ્માર્ટ મીટર” નામે એક વિશેષ અવેરનેસ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્માર્ટ મીટરના લાભોની જાણકારી આપવી અને તેને અપનાવા પ્રોત્સાહિત કરવાનો છે. પિપલોદ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડિવિઝનમાંથી આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.
ડીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવી દરેક લોકોમાં જાગૃતિ આવે અને તેઓ પણ આ ટેક્નોલોજી અપનાવી તેમાં સહયોગી બનવાની અપીલ કરી હતી. આજે ઘણા લોકો પાસે યોગ્ય માહિતીના અભાવે સ્માર્ટ મીટર અંગે ગેરસમજ પ્રવર્તે છે. આ કેમ્પેઈન દ્વારા આમ જનતાની ગેર સમજ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્માર્ટ વીજ મીટર વધુ ફરવા અંગેની ભ્રમણા:
મીટર ની ૧૦૦% એકયુરસી ચોકસાઈ કર્યા બાદ જ વપરાશકર્તાને ત્યાં મીટર લગાવવામાં આવે છે. મોબાઇલ એપ કે, વેબસાઈટ દ્વારા તરત વીજ વપરાશ જોઈ શકે છે. વીજ વપરાશની નોધણી: સામાન્ય વીજ મીટર અને સ્માર્ટ મીટરની નોંઘણી એક સરખી જ છે.
વીજબીલનુ ભરણુ:
વપરાશકર્તા પહેલાની જેમ જ વીજળી બીલ ભરી કરી શકે છે. વીજ જોડાણ રાત્રે કે રજાના દિવસે કપાય જશે તેવી માન્યતા તદ્દન ખોટી છે.
ઓટોમેટિક રીડીંગ:
મેન્યુઅલ રીડીંગ લેવાનુ ન હોય વીજ બીલમાં ભૂલને અવકાશ રહેતો નથી. વીજગ્રાહક અને કંપની વચ્ચેનો સીધો સંપર્ક: વીજ વપરાશની સચોટ અને સ્પષ્ટ માહિતી બંને તરફે રીયલ ટાઈમે જોઈ શકાય છે.
ડીજીવીસીએલનું આ નવું પગલું માત્ર એક અભિયાન નથી, પણ જનતાને ટેકનોલોજીથી જોડીને વીજ ક્ષેત્રમાં પારદર્શિતા અને ઊર્જા કાર્યક્ષમતા તરફ લઈ જતું એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.