વિકી કૌશલ સાથે #Moveyourway: નવું બ્રાન્ડ કેમ્પેઇન રજૂ કર્યું

સુરત: ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સ પૈકીની એક કેમ્પસ એક્ટિવવેર લિમિટેડે આજે તેના બ્રાન્ડ એમ્બેસેડર વિકી કૌશલયને દર્શાવતાં નવા બ્રાન્ડ કેમ્પેઇનની ફિલ્મ #Moveyourway લોંચ કરી છે. આ કેમ્પેઇન ફિલ્મ યુવાનોના જુસ્સાને દર્શાવે છે તથા તેને આત્મવિશ્વાસ અને પોતાના વ્યક્તિત્વ સાથે જી આ ફિલ્મ “મૂવ યોર વે”ના કેન્દ્રિય વિચારની આસપાસ ફરે છે, જે વ્યક્તિત્વના પાવરની ઉજવણી કરે છે તથા પ્રામાણિકતા અને વિશિષ્ટતા સાથે જીવનમાં આગળ વધવાના બ્રાન્ડના વિશ્વાસને વ્યક્ત કરે છે.
વિકી કૌશલે આ કેમ્પેઇને વિશે કહ્યું હતું કે,“કોઈપણ સફરનુંપ્રથમ પગલું પોતાની જાતમાં વિશ્વાસથી શરૂ થાય છે. આ કેમ્પેઇન માત્ર એક સંદેશ નથી; તે સૂચવે છે કે આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વને કેવી રીતે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. હું એવા કેમ્પેઇનનો બનવા માટે રોમાંચિત છું, જે પોતાની જાત પ્રત્યે પ્રામાણિક રહેવાના સારને કેપ્ચર કરે છે.
કેમ્પસ એક્ટિવવેરના ચીફ માર્કેટિંગ ઓફિસર પ્રેરણા અગ્રવાલે આ કેમ્પેઇન વિશે કહ્યું હતું કે,“અમે ડાયનેમિક યુવાનોની એક પેઢી જોઇ રહ્યાં છીએ કે જેઓ સતત આગળ વધવાની સાથે-સાથે ફેશનના માધ્યમથી પોતાની વિશેષ ઓળખ પણ નિડરતાથી વ્યક્ત કરી રહ્યાં છે.