એજ્યુકેશનસુરત

4000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફે માણ્યો નૃત્યઉત્સવ

 સુરત : વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે તા. 7 ઓક્ટોબર, 2025ના રોજ શરદ પૂર્ણિમા ના પાવન અવસરે “રાઝમટાઝ 2025 ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતની જાણીતી લોકગાયિકા શ્રીમતી તૃપ્તિ ગઢવીએ પોતાના મધુર સ્વરમાં પરંપરાગત ગુજરાતી ગરબા ગાઈ સમગ્ર કેમ્પસને ભક્તિ અને આનંદના રંગોમાં રંગી દીધો હતો.

આ કાર્યક્રમમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ, તેમજ યુનિવર્સિટીના તમામ શિક્ષકગણ અને અશિક્ષક કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મેદાન રંગીન વેશભૂષા, ઝગમગતા પ્રકાશ અને ગરબાની તાલ સાથે ગુંજી ઉઠયું હતું. દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ મન મૂકીને ગરબા રમ્યો અને ઉત્સવને સ્મરણિય બનાવી દીધો.

 

વિદ્યાદીપ યુનિવર્સિટી હંમેશાં શિક્ષણ સાથે સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રતિબદ્ધ રહી છે. ‘રાઝમટાઝ 2025’ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર નૃત્યનો આનંદ જ માણ્યો નહીં, પરંતુ એકતા, પરંપરા અને સૌહાર્દના સંદેશને પણ ઉજાગર કર્યો.

આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ જયંતીભાઈ પટેલએ જણાવ્યું કે, “વિદ્યાદીપ યુનિવર્સિટીમાં શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સંયોજન જ અમારી વિશેષતા છે. આવા ઉત્સવો વિદ્યાર્થીઓને પોતાના મૂળ સાથે જોડે છે અને આનંદ સાથે શિક્ષણ જીવનને સમૃદ્ધ બનાવે છે. સમગ્ર વિદ્યાદીપ પરિવારની ઉત્સાહી ભાગીદારી એ અમારા એકતાનું પ્રતિક છે.”

કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર આયોજન ટીમ શિક્ષકગણ અને અશિક્ષક સ્ટાફે અવિરત મહેનત કરી હતી. ‘રાઝમટીઝ 2025’ ગરબા મહોત્સવ વિદ્યાદીપ યુનિવર્સિટીના ઇતિહાસમાં આનંદ અને ગૌરવનો અવિસ્મરણીય પળ બની રહ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button