રાજ્યમાં દરરોજ કોરોનાના 4000 થી વધુ કેસો આવવા લાગ્યા છે, જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરે એવી શક્યતા છે તેમજ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક શરૂ થઈ ગઈ છે. સુરતમાં પણ મનપા કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
સુરત શહેરમાં ફરી એક વખત કોરોના ટોપ ગેયરમાં છે. ૬ જાન્યુઆરીએ ૧ હજારથી વધુ કેસો સુરત શ્હેરમાં નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. આ ઉપરાંત રાજ્યમાં પણ કોરોનાના કેસોમાં વધારો થતા મુખ્યમંત્રી પણ હવે એકશનમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતમાં મનપા કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં મનપા કમિશ્નર બાંછાનીધી પાની, જીલ્લા કલેકટર આયુષ ઓક તથા સુરત મનપાના આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સુરતની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ મનપા તંત્ર મહત્વના નિણર્યો લઇ શકે છે. રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના આરોગ્યકર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી