બિઝનેસસુરત

સીટેક્ષ’માં બે દિવસમાં ૧૬ હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી

એકઝીબીટર્સને ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીમાં ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે તા. ૮, ૯ અને ૧૦ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી રાજીવ સકસેનાએ સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત લીધી હતી. તેમણે દરેક સ્ટોલની મુલાકાત લઇ એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવી રહેલી વિવિધ ટેક્ષ્ટાઇલ મશીનરીઓ વિષે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.

સીટેક્ષ એકઝીબીશનમાં બે દિવસમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરો જેવા કે જમ્મુ, નવી દિલ્હી, ઇરોડ, ગુડગાંવ, ગ્વાલિયર, હૈદરાબાદ, ઇચ્છલકરંજી, ઇન્દોર, જલંધર, જેતપુર, જોધપુર, કાંચિપુરમ (તામિલનાડુ), રોહતક, ગુવાહાટી, લુધિયાણા, કેરલા, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, માલેગાંવ, મુંબઇ, મુઝફફરપુર, અજમેર, અમેઠી, બેંગ્લોર, ભીલાડ, ભિવંડી, કોલ્હાપુર, વેરાવળ, બોઇસર, બુલઢાણા, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, નોઇડા, પાલઘર, પાણીપત, રાયપુર, સાલેમ (તામિલનાડુ), તિરૂપુર, વારાણસી, વાઇધન (મધ્ય પ્રદેશ) અને વારંગલથી બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા.

ગઇકાલે પ્રથમ દિવસે ૬રપ૦ બાયર્સ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જ્યારે આજે બીજા દિવસે ૧૦૪૧૭ જેટલા બાયર્સ નવી ટેકનોલોજી સાથેની મશીનરી નિહાળવા માટે પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. બે દિવસ દરમ્યાન કુલ ૧૬૬૬૭ બાયર્સે સીટેક્ષ– ર૦ર૩ એકઝીબીશનની મુલાકાત લીધી હતી. જેને કારણે એકઝીબીટર્સને ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરી વિષે ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી અને એસેસરીઝનું પ્રદર્શન થઇ રહયું છે. જર્મની ખાતે એક્ષ્પોર્ટ કરાતા તેમજ ત્યાં બીએમડબ્લ્યુ કારમાં જે ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવે છે એ ફેબ્રિકસનું ઉત્પાદન જે વિવિંગ મશીન પર થાય છે એ મશીનરી પણ સીટેક્ષ એક્ષ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન વિગેરે મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button