સુરત
ધારાસભ્ય સંગીતાબેન પાટિલે ભારે વરસાદથી પૂરગ્રસ્ત બનેલા મીઠી ખાડી, પર્વત પાટિયા વિસ્તારની મુલાકાત લીધી
પીવાના પાણી, દૂધ, ફૂડ પેકેટ, દવાની વ્યવસ્થા કરાવી
સુરત: સુરતમાં સતત ચાર દિવસથી પડી રેહલા અતિ ભારે વરસાદના કારણે લિંબાયતના મીઠી ખાડી તેમજ પર્વતપાટિયા વિસ્તારના શાંતિ કુંજ સોસાયટી, ગીતાનગર, મામાનગર અને વિધાતા ટાઉનશિપ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં પાણી ભરાયા છે. જેને અનુલક્ષીને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટિલે આ વિસ્તારના કોર્પોરેટરો સાથે અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂમાં મુલાકાત લઈ સોસાયટીના રહીશો માટે પીવાના પાણીની બોટલો, દૂધ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરાવી અને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું.
તેમણે સુરત મનપાના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા બચાવ – રાહત કાર્યોની સમીક્ષા કરી સમસ્યાઓનું નિરાકણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. અસરગ્રસ્તોને ભોજન, દવા, પીવાના પાણી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બને એ અંગે કાળજી લીધી હતી.