
સુરતઃ મિલેટ્સ જેવા પાકોનો લોકો ખોરાકમાં વધુને વધુ ઉપયોગ કરીને નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે રાજય સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહાકાર વિભાગ દ્વારા સુરત શહેરમાં મિલેટ એક્ષ્પોનું આગામી તા.૧ થી તા.૩ માર્ચ દરમિયાન સાંજે ૪.૦૦ વાગ્યા થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી શ્રી દયાળજી અનાવિલ કેળવણી મડળ દયાળજી દેસાઇ ચોક, મજુરાગેટ, સુરત ખાતે આયોજન કરવામા આવ્યું છે. જેનું ઉદ્દધાટન તા.૧લી માર્ચના રોજ સાંજે ૪.૦૦ વાગે મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.
આ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જુદા-જુદા ખેડુત ગ્રુપો દ્વારા મીલેટ્સ તેમજ તેમાંથી બનાવેલી જુદી-જુદી વાનગીઓ તથા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન જુદી- જુદી ખેત પેદાશોના ૫૦ જેટલા પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. મિલેટસ વાનગીઓનું ફુડ કોટ રાખવામાં આવ્યા છે. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનોને લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.