બિઝનેસ

ઈવી ઈકોસિસ્ટમને મજબૂત કરવા MG મોટર ઈન્ડિયા અને અદાણી ટોટાલએનર્જીસ ઈ-મોબિલિટીએ એમઓયુ કર્યા

ગ્રાહકોને ઉપયોગમાં સરળતા અને સુલભતામાં વધારો કરવાનો હેતુ

ગુડગાંવ : ભારતમાં ઇલેક્ટ્રિક વેહીકલના ચાર્જિંગના આંતર માળખાને મજબૂત કરવાના ધ્યેયથી વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અદાણી ટોટાલ ગેસ લિ.(ATGL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ટોટાલએનર્જીસ ઈ-મોબિલિટી લિ. (ATEL) અને MG મોટર ઈન્ડિયાએ એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. દેશભરમાં MGના EV ગ્રાહકો માટે ચાર્જિંગના ઉકેલો અને મૂલ્યવર્ધિત સેવાઓ વિકસાવવા માટે એક બીજાના સહયોગથી મજબૂત અને કાર્યક્ષમ ચાર્જિંગ માળખાનું નિર્માણ કરવામાં આ સમજૂતી કરાર ભારતમાં તેજ રફતારથી વિકાસ કરી રહેલ EV ઈકોસિસ્ટમને મજબૂત બનાવશે.

હવામાનમાં કાર્બનનું ઉત્સર્જન ઝડપથી ઘટાડવા માટે સક્રિય અને એકબીજાના વ્યવસાયિક ક્ષેત્રોમાં માહેર આ કંપનીઓની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ ફાયદો ઇલેકટ્રીક વાહન ચાલકોને થવા સાથે પરોક્ષ લાભ નાગરિકોના શ્વાસમાં જતા કાર્બનનું પ્રમાણ ઘટાડવાનો થશે. આ દ્રષ્ટીએ આ સમજૂતિના દૂરગામી સકારાત્મક પરીણામો મળશે.

આ કરાર હેઠળ ચાર્જિંગ માળખાને પ્રોત્સાહન પુરું પાડવા અને ગ્રાહકોની ચાર્જીંગની સુલભતામાં ઉમેરો કરવાના હેતુથી અદાણી ટોટાલએનર્જીસ ઇ-મોબિલિટી લિ.MGની આગામી ડીલરશીપના સ્થળે CC2 60 kW DC ચાર્જર પ્રસ્થાપિત કરશે. આ ભાગીદારી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુરવઠા, સ્થાપના, કાર્યાન્વયન, સંચાલન અને જાળવણીને આવરી લેતો એક વ્યાપક ઉકેલ પણ પૂરો પાડવા ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ મારફત ગ્રાહકની શોધ, વપરાશકારની અધિકૃતતા, ગ્રાહકનો નિર્બાધ અનુભવ, ચાર્જિંગ અને બિલિંગ સેટલમેન્ટને આવરી લેતી એક સમર્પિત મોબાઇલ એપ્લિકેશનની સુવિધા શરૂ કરવામાં આવશે.

આ વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરુપે બન્ને પક્ષો અદ્યતન એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (APIs)નો લાભદાયી ઉપયોગ કરીને નેટવર્કની દૃશ્યતા અને સુલભતા વધારવા માટે સમગ્ર પ્લેટફોર્મ પર સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનોને એકીકૃત કરવાની સંભાવનાનું અન્વેષણ કરશે. આ એકીકરણ પીસીએસ નેટવર્કને વધેલી સુલભતા અને દૃશ્યતા પ્રદાન કરશે અને બંને કંપનીની માલિકીના અને તૈનાત સંકલિત નેટવર્કમાં સીમલેસ અનુભવ આપશે.

MG મોટર ઇન્ડિયાના ચીફ ગ્રોથ ઓફિસર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે MG કાર્બન ન્યુટ્રાલિટી, ટકાઉ અને હરીત મોબિલિટી માટે પ્રતિબદ્ધ છે. અદાણી ટોટાલએનર્જીસ ઈ-મોબિલિટી લિ. સાથે સહયોગની નવી સફરની શરૂઆત માટે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આ પરસ્પર સહયોગ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં ઉત્પ્રેરક બનશે.

આ વ્યૂહાત્મક ભાગીદારી ટકાઉ ગતિશીલતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને મજબૂત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને EVના લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાના અમારા વિઝનને પ્રતિબિંબિત કરે છે. આ સંયુક્ત સિનર્જીનો હેતુ ઇલેક્ટ્રિક મોબિલિટી સ્વીકારવા માટે ભારતીય ગ્રાહકોનું સશક્તિકરણ કરવાનો છે.

આ પ્રસંગે એક વાતચીતમાં અદાણી ટોટાલ ગેસએનર્જીસ લિ.ના એક્ઝીક્યુટિવ ડાયરેકટર અને સી.ઇ.ઓ. સુરેશ પી.મંગલાણીએ કહ્યું હતું કે વિશ્વ વધુ ટકાઉ અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોને અપનાવી રહ્યું છે ત્યારે ઇલેક્ટ્રિક વાહનો આ સંક્રમણમાં મોખરે છે. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી ટોટાલએનર્જીસ ઈ-મોબિલિટી લિ. અને MG મોટર ઈન્ડિયાની ભાગીદારી મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ભારતના ઉર્જા સંક્રમણને વેગ આપવા તે નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ આયામ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં અને સ્વચ્છ તથા હરિયાળા પર્યાવરણને પ્રોત્સાહિત કરવામાં યોગદાન આપશે.

આ સહયોગ અદાણી ટોટાલએનર્જીસના પબ્લિક ચાર્જિંગ નેટવર્ક ખાસ કરીને એરપોર્ટ જેવા વ્યૂહાત્મક સ્થાનો સ્થળોએ MG વપરાશકર્તાઓ માટે સુલભ RIFD સોલ્યુશન્સ સાથેના ગ્રાહક અનુભવને વધારશે. કંપની જથ્થાબંધ ખરીદીની વ્યવસ્થા મારફત MG વપરાશકર્તાઓ માટે પ્રેફરન્શિયલ ડિસ્કાઉન્ટ ઓફરિંગ સાથે MG ને RFID કાર્ડ્સ ઓફર કરશે.

​EV ફલકમાં પ્રારંભિક પ્રેરક તરીકે MG Indiaનું લક્ષ્ય ઉત્પાદન ઓફરિંગ વિકસાવવા સાથે ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા સંબંધી સવલતો સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના પર કેન્દ્રિત છે. ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને વધુ અનુકૂળ અને સુલભ બનાવવા માટે MG પાસે 6-વે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button