બિઝનેસ

મેરિલે વાપીમાં રોબોટિક ઇનોવેશન સમિટ (RIS) યોજી

સર્જિકલ રોબોટિક્સને અપનાવવાની દિશામાં ભારતની હરણફાળમાં એક મોટું સીમાચિહ્ન

વાપી, ભારત – રોબોટિક-આસિસ્ટેડ સર્જરીના ક્ષેત્રમાં સહકાર સાધવા, નવીનીકરણ કરવા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે વાપીમાં મેરિલ એકેડમી દ્વારા આયોજિત રોબોટિક ઇનોવેશન સમિટ (RIS)માં વિશ્વના સૌથી ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્જનો એકઠાં થયાં હતાં. આ કાર્યક્રમમાં મેરિલની પથપ્રદર્શક એઆઈથી સંચાલિત થતી જોઇન્ટ રીપ્લેસમેન્ટ રોબોટિક સિસ્ટમ મિસોને રજૂ કરવામાં આવી હતી તથા સર્જિકલ સચોટતા અને ભારતમાં દર્દીઓના પરિણામો પર તેના વધતાં જઈ રહેલા પ્રભાવને દર્શાવવામાં આવ્યો હતો.

મિસોની મદદથી જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીમાં આવી રહેલી ક્રાંતિ

આ સમિટના કેન્દ્રમાં મિસો હતી, જેને જૂન 2024માં લૉન્ચ કરવામાં આવી હતી અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભારતમાં તેના 50થી પણ વધારે ઇન્સ્ટોલેશન થઈ ચૂક્યાં છે. આ સમિટમાં ભાગ લેનારા મહાનુભાવો સમક્ષ રીયલ-ટાઇમ એનાલીટિક્સ અને પ્રીસિશન એલાઇન્મેન્ટ સહિતની મિસોની અત્યાધુનિક એઆઈ આધારિત ક્ષમતાઓને દર્શાવવામાં આવી હતી, જે દરમિયાન જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીના પરિદ્રશ્યમાં આ ટેકનોલોજી કેવી ક્રાંતિ લાવી રહી છે, તેના અંગેની ઊંડી જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

મિસો ઉપરાંત આ સમિટ દરમિયાન મેરિલના ખૂબ જ સક્ષમ R&D પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં યુનિ-ની રીપ્લેસમેન્ટ, ટોટલ હિપ રીપ્લેસમેન્ટ, ટ્રૉમા અને સ્પાઇન સર્જરીમાં સાધવામાં આવેલી પ્રગતિનો સમાવેશ થાય છે. આ પ્રયાસો સતત નવીનીકરણ કરવાની મેરિલની કટિબદ્ધતા અને સૌથી પડકારજનક સર્જિકલ જરૂરિયાતો માટેના રોબોટિક ઉકેલોના વિસ્તરી રહેલા અવકાશ પરના તેના ફૉકસને પ્રતિબિંબિત કરે છે.

કુશળતાઓનું વૈશ્વિક સંમેલન

આ સમિટમાં વિચારવંત લીડરો અને રોબોટિક સર્જરીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે તેમના અનુભવો અને દ્રષ્ટિકોણો રજૂ કર્યા હતાં

અગ્રણી ઓર્થોપેડિક સર્જન ડૉ. પ્રમોદ ભોરે જણાવ્યું હતું કે, ‘નવીનીકરણ અને શિક્ષણ પ્રત્યેની મેરિલની કટિબદ્ધતા પ્રેરણાદાયી છે. મિસો એ ફક્ત એક રોબોટિક સિસ્ટમ નથી પરંતુ એક પરિવર્તનકારી ટૂલ છે, જે જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીમાં સચોટતા અને સારવારના ધોરણોને નવા સ્તરે લઈ જઈ રહ્યું છે.’

ભવિષ્યમાં રોકાણ

40 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી અત્યાધુનિક ફેસિલિટીની મદદથી મેરિલ હેલ્થકૅરના ક્ષેત્રમાં તેની વિકાસયાત્રાને આગળ વધારી રહી છે. મેરિલ કાર્ડિયોવાસ્ક્યુલર, ઓર્થોપેડિક્સ, રોબોટિક્સ, ડાયગ્નોસ્ટિક્સ, કાર્ડિયાક સર્જરી, એન્ડોસર્જરી, પેરિફરલ ઇન્ટરવેન્શન, ઇએનટી, સંશોધન અને વિકાસ તથા તાલીમ માટેના ઉત્પાદન કરે છે. તેનું આ આંતરમાળખું ટેકનોલોજી અને શિક્ષણ મારફતે દર્દીની સારવારના પરિણામોને સુધારવા પર ધ્યાન આપીને તબીબી ટેકનોલોજીમાં થઈ રહેલા નવીનીકરણોને આગળ વધારવાની મેરિલની કટિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે.

ભારતમાં આરોગ્યની સારવારમાં રહેલા અંતરાલને દૂર કરવો

મિસો જેવી અત્યાધુનિક સર્જિકલ ટેકનોલોજીઓ ફક્ત મેટ્રોપોલિટન શહેરો પૂરતી મર્યાદિત ના રહીને દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે મેરિલ સતત પ્રયત્નશીલ છે. આ માટે કંપની હોસ્પિટલોની સાથે સહભાગીદારી કરી રહી છે, સર્જનોની તાલીમના કાર્યક્રમો યોજી રહી છે તથા રોબોટિક સર્જરીને વધુ સુલભ બનાવવા પર કેન્દ્રીત હોય તેવી પહેલ શરૂ કરી રહી છે.

મેરિલના ચીફ માર્કેટિંગ ઑફિસર મનિષ દેશમુખે જણાવ્યું હતું કે, ‘મેરિલ હંમેશા હેલ્થકૅરના ક્ષેત્રમાં નવીનીકરણ કરવાના મામલે અગ્રેસર રહી છે. મિસો એ ટેકનોલોજી સંબંધિત સફળતા તો છે જ પરંતુ તે ભારતમાં સર્જિકલ કૅરમાં પરિવર્તન લાવવાની અમારી કટિબદ્ધતાને પણ દર્શાવે છે. રોબોટિક ઇનોવેશન સમિટ સર્જનો અને દર્દીઓ એમ બંનેને લાભદાયી થાય તેવી સહયોગાત્મક, ભવિષ્ય માટે સજ્જ હોય તેવી ઇકોસિસ્ટમની રચના કરવાના અમારા વિઝનનું પ્રતિબિંબ છે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button