
સુરત : ભારતની સૌથી ઝડપથી વિકસતી આંખની સારસંભાળ પૂરી પાડતી કંપનીઓ પૈકીની એક મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલ્સ (‘મેક્સિવિઝન’) એ ચેન્નઇમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણની જાહેરાત કરી સમગ્ર ચેન્નઇમાં આંખની 10 હોસ્પિટલો/વિઝન સેન્ટર્સનો પ્રારંભ કર્યો હતો.
આ હોસ્પિટલ અને વિઝન સેન્ટરનું ઉદ્ઘાટન ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)એ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. જીએસકે વેલુ, મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સ ગ્રૂપના કો-ચેરમેન ડો. કાસુ પ્રસાદ રેડ્ડીની ઉપસ્થિતિમાં કર્યું હતું. ચેન્નાઈની મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સના ક્લિનિકલ અને એકેડેમિક ડિરેક્ટર ડો. બી. ગણેશ અને તમિલનાડુના શેષ ક્ષેત્રોના પ્રાદેશિક ક્લિનિકલ ડિરેક્ટર ડો. શિબુ વર્કી પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ₹100 કરોડના રોકાણ સાથે, મેક્સિવિઝનનું લક્ષ્ય સમગ્ર ચેન્નઇમાં તેના નેટવર્કને વિસ્તૃત કરવાનું છે, જેનો પ્રારંભ આ લોન્ચિંગથી થયો છે.
આ હોસ્પિટલ્સ રોબોટિક ફેમ્ટો-લેસર મોતિયાની શસ્ત્રક્રિયા, રેટિના, કોર્નિયા અને ગ્લુકોમા માટે અદ્યતન નિદાન, ડાયાબિટીક રેટિનોપથી સારવાર, પેડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજી અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન માટેની સુવિધાઓથી પણ સજ્જ છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ શહેરના મોતિયા, ઝામર અને જીવનશૈલી-સંચાલિત વિઝન ડિસઓર્ડરના વધતા કેસોની સારવારમાં ઉપયોગી થઈ પડશે.
મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો.જી.એસ.કે.વેલુએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ચેન્નઈના ઊંચી માગ ધરાવતા, ઉચ્ચ-સંભાવનાઓ ધરાવતા બજારમાં અમારી હાજરીને વ્યાપક બનાવવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે.