એજ્યુકેશન

‘માસ્ટર સ્પેલર્સ’ ને ભારતના ટોચના 10 લેંગ્વેજ લર્નિંગ સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા

ધોરણ-1 થી 12 સુધીના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સ્પેલીંગ બી માટે કાર્યરત અને 2021માં શરૂ કરાયેલ ‘માસ્ટર સ્પેલર્સ’ને ભાષાના અભ્યાસ માટેના ઘનિષ્ટ પ્રેક્ટીકલ અને સમગ્રલક્ષી અભિગમ દાખવે છે. માઉન્ટ કાર્મેલ સ્કૂલ, હીઝટોપ કોલેજ અને સેંટ ઝેવિયર્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુનિકેશન્સ જેવી ઉદાહરણરૂપ પ્રગતિશીલ અને સમગ્રલક્ષી કામગીરી ધરાવતા શર્મિષ્ઠા ચાવડાની આગેવાની હેઠળ માસ્ટર સ્પેલર્સ નાના બાળકોના જીવનમાં કુતૂહલને આગળ ધપાવવાની કામગીરી કરી રહી છે.

‘માસ્ટર સ્પેલર્સ’ એ ભાષાલક્ષી કૌશલ્યનો વર્ષોનો અનુભવ તથા તેમની ઊંડી સમજને આધારે કામ કરે છે. રસપ્રદ અને પડકારયુક્ત રાઉન્ડઝ ધરાવતી પાવર પેક્ડ માસ્ટર સ્પેલર્સનો ઉદ્દેશ વિવિધ સ્પર્ધાઓ મારફતે વિદ્યાર્થીઓના સ્પેલીંગ્ઝ, શબ્દાવલી, ઘનિષ્ટ લેખન અને ઉચ્ચારોને મજબૂત કરવાનો છે. માસ્ટર સ્પેલર્સના સ્થાપક શર્મિષ્ઠા ચાવડા જણાવે છે કે  “એકંદરે અમારો ઉદ્દેશ  બાળકોમાં સ્પર્ધા મારફતે ભાષા શિક્ષણને આનંદપ્રદ અને પ્રેરણાદાયક બનાવવાનો છે. વર્તમાન સમયમાં સમૃધ્ધ શબ્દાવલીનું મહત્વ અને અસરકારક ઉચ્ચારોનું મહત્વ વધતું જાય છે તે બાબતને ઓછી આંકી શકાય તેમ નથી.”

છેલ્લા દાયકા દરમ્યાન ભારતની સ્કૂલોએ અગાઉ માર્કસ ઉપર ધ્યાન અપાતું હતું તેના બદલે ઘનિષ્ટ શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ શાળાઓ માસ્ટર સ્પેલર્સ સાથે પાર્ટનર તરીકે સહયોગ કરીને શાળાઓની ઈચ્છા મુજબ અભ્યાસક્રમલક્ષી ઉપાયો પૂરાં પાડીને સ્પેલીંગ બી, માસ્ટર સ્પેલર્સ જેવી બહારની સ્પર્ધાઓ મારફતે અભ્યાસક્રમલક્ષી પ્રવૃત્તિઓનું સંકલન કરી રહી છે. માસ્ટર સ્પેલર્સની ટીમ અંગ્રેજીના અનુભવી શિક્ષકોની સક્ષમ ટીમ ધરાવે છે અને તે માને છે કે સ્પેલીંગ એ ભાષાનો મહત્વનો આંતરિક હિસ્સો છે.

વિદ્યાર્થીઓની શબ્દાવલિમાં સતત વધારો કરતાં રહીને તથા તેમના ઉચ્ચારો સ્પષ્ટ બનાવીને તથા તેમનું લેખન કૌશલ્ય વધારીને તેમના વિચારોને શબ્દો મારફતે મજબૂત કરવાની કામગીરી કરીને જીવન માટે ઉપયોગી કૌશલ્ય પૂરૂં પાડે છે. વિવિધ રાઉન્ડ દ્વારા દરેક સ્તરે પર્યાયો, તૂટક શબ્દો, એનેગ્રામ્સ, ફોનેટીક્સ, ચૂઝ ધ ઓડ વન આઉટ, ટેસ્ટ યોર વોકાબલેરી, યોગ્ય શબ્દોને જોડો તથા અવારનવાર મૂંઝવતા શબ્દો અંગે શિક્ષણ આપવામાં આવે છે. રોમાંચક, પડકારયુક્ત અને બાળલક્ષી રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે અને તેમાં ભાગ લેનાર માટે આ પ્રવૃત્તિને રસપ્રદ બનાવવામાં આવે છે.

શરૂઆતની તુલનામાં માસ્ટર સ્પેલર્સમાં સામેલ થનારની સંખ્યા વધીને ચાર ગણી થઈ છે અને આ પ્લેટફોર્મને ઘણાં શહેરોની સીબીએસઈ, આઈબી અને આઈસીએસઈ સ્કૂલોમાં ભારે સફળતા હાંસલ થઈ છે. માસ્ટર સ્પેલર્સ તેના મજબૂત સ્થાનને કારણે સમગ્ર ભારતમાં તેની કામગીરી વિસ્તારી રહ્યું છે. ભવિષ્યમાં માસ્ટર સ્પેલર્સ, નાના સ્પેલર્સ અને ભાષા શિખતા સમુદાયનું સંવર્ધન કરીને સ્પર્ધાલક્ષી વાતાવરણ ઉભુ કરવા માંગે છે. માસ્ટર સ્પેલર્સની વર્તમાન વેબસાઈટ આસાન અને બાળકલક્ષી છે, જે સાત વર્ષથી વધુ વય ધરાવતા બાળકો આસાનીથી તેને ડાઉનલોડ કરીને ટેસ્ટ આપી શકે છે તથા ઓનલાઈન ડેમો પોતાની જાતે મેળવી શકે છે.આથી માસ્ટર સ્પેલર્સનો સમગ્ર વિચાર બાળકોમાં મૈત્રીભાવ કેળવીને વેલ્યુએશન પ્લેટફોર્મ  ઉભુ કરવાનો છે. આ કંપની 100 ટકા  પેપરલેસ લર્નિંગ સિસ્ટમ ધરાવે છે. તમામ  લર્નિંગ મટિરીયલ ડિજીટલ છે અને ઓનલાઈન એક્ઝામ્સનું વેબસાઈટ ઉપર પરિક્ષાર્થીની કામગીરી ઉપર નજર રાખીને આકરા ધોરણો હેઠળ કામગીરીનું સંકલન કરવામાં આવે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button