
સુરતઃ માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2020 થી દિવ્યાંગ ક્રિકેટ પ્લેયરઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે.વર્ષ 2020 થી અત્યાર સુધી ત્રણ મેચ આ સંસ્થા દ્વારા આયોજિત થઈ છે ,ત્યારે આ વર્ષે વિશ્વની સૌથી મોટી દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન આગામી તારીખ 23મી માર્ચથી લઈને 25મી માર્ચ સુધી લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે યોજાશે તે પૂર્વ 22મી માર્ચના રોજ સાંજે 6 વાગે ઐતિહાસિક 200 થી વધારે દિવ્યાંગ પ્લેયરોની હાજરી મા રેલી યોજાશે જે SVNIT ગેસ્ટ હાઉસ થી લઈને પારલે પોઇન્ટ સુધી જશે.
આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ની અંદર ભારત દેશના કુલ 9 રાજ્યો જેમાં મહારાષ્ટ્ર ,ગુજરાત ,રાજસ્થાન , ઓરિસ્સા, કર્ણાટકા ,દિલ્હી ,મધ્યપ્રદેશ , આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યો ની 12 ટીમો બનાવવામાં આવી છે જેની અંદર 4 મહિલા ટીમ અને 8 પુરુષ ટીમનો સમાવેશ થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન રાજ્ય માંથી મેન્સ / વિમેન્સ બન્ને આવી રહી છે.
માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન નેમીચંદ જાંગીડ એ જણાવ્યું હતું કે વર્ષ 2020 માં જ્યારે તેઓ એક મેચ દરમિયાન આ દિવ્યાંગ લોકોની અંદર ક્રિકેટ પ્રત્યેની કટિબદ્ધતા તેમજ ટેલેન્ટ જોયું ત્યારે તેઓને આ વિચાર આવ્યો ત્યાર પછી અત્યાર સુધી ત્રણ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી આ તમામ પ્લેયરોનો ઉત્સાહ વધાર્યો છે , આવી મેચ થકી ઉદ્દેશ માત્ર આ તમામ ટેલેન્ટેડ પ્લેયરોને ઉચ્ચ કક્ષાનો સ્થાન મળે તેમજ સરકાર તરફથી દિવ્યાંગ પ્લેયરો ને લગતી તમામ યોજનાઓ નો લાભ મળે તે હેતુ છે .વર્ષ 2024 માં ભારત અને બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ વ્હીલચેર મેચ સુરત શહેરમાં યોજાઇ હતી ક્યારે ઇનામ સ્વરૂપ 71000 વિજેતા ટીમ ભારતને આપવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે પણ આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર જે પણ વિજેતા ટીમ હશે તેઓને ₹1,00,000 નો ઇનામ આપવામાં આવશે સાથે તમામ 180 પ્લેયરોને તમામ પ્રકારની સુવિધાઓ ક્રિકેટની કીટ દિવ્યાંગ ક્લિયારોમાં વપરાતી સ્પેશિયલ વ્હીલચેર આપવામાં આવશે તે સાથે 12 ટીમ ને કેશ પ્રાઈઝ આપવામાં આવશે ભલે તે વિજયતા હોય કે નહિ.
ઇન્ડિયન વ્હીલચેર ક્રિકેટ ટીમ અને મહારાષ્ટ્ર વ્હીલચેર ક્રિકેટ ટીમ ના કેપ્ટન રમેશ પ્રકાશ સરતાપે એ જણાવ્યું હતું કે ભારત દેશમાં ઘણી બધી મેચો રમાય છે પરંતુ આ મેચ વિશ્વની સૌથી મોટી મેચ છે જેની અંદર મેન્સ અને વુમન્સ બંને ટીમ એક જ સ્થળે રમશે, તે સાથે માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન નેમિચંદ જાંગીડ ના સહયોગથી છેલ્લા પાંચ વર્ષોથી દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજન થકી આ દિવ્યાંગ પ્લેયરોનું ટેલેન્ટ બહાર આવ્યો છે તે સાથે તેમનો ઉત્સાહ પણ વધ્યો છે.માત્ર આ સંસ્થાથી ક્રિકેટ પ્લેયરોમાં સમાનતા નો અનુભવ થાય છે. અમારા પ્લેયરોને સરકાર તરફથી સહાય મળે તેવી ઈચ્છા છે.
માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વ ની સૌથી મોટી દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંભ ના પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી. આર પાટીલ ,ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત, સુરત મનપા કમિશ્નર શાલિની અગ્રવાલ પ્લેયરનો ઉત્સાહ વધારવા માટે હાજરી આપશે. સાથે અતિથિ તરીકે દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા ના મહાસચિવ હારુન ખાન અને જોઈન્ટ ચેરમેન ડોક્ટર ભગવાન તલવારે હાજર રહેશે.