મહિન્દ્રાએ સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ લોન્ચ કરીઃ વધુ ફીચર્સ સાથે ગ્રાહકની સમૃદ્ધિમાં વધારો, કિંમત રૂ. 6.61 લાખથી શરૂ
ડીઝલ વેરિઅન્ટ રૂ. 6.61 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) અને સીએનજી ડ્યુઓ વેરિઅન્ટ રૂ. 6.93 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતે ઉપલબ્ધ
સુરત : ભારતમાં સ્મોલ કોમર્શિયલ વ્હીકલ્સ (એસસીવી)માં માર્કેટ લીડર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવી સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ લોન્ચ કરવાની ગર્વભેર જાહેરાત કરી છે જે ડીઝલ અને સીએનજી ડ્યુઓ એમ બંને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ રહેશે.
સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ સ્પર્ધાત્મક કિંમત ઓફર કરે છે જેમાં ડીઝલ વેરિઅન્ટ રૂ. 6.61 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) અને સીએનજી ડ્યુઓ વેરિઅન્ટ રૂ. 6.93 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતે ઉપલબ્ધ છે. સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ તેની 900 કિગ્રા (ડીઝલ) અને 750 કિગ્રા (સીએનજી ડ્યુઓ)ની શ્રેષ્ઠ પેલોડ ક્ષમતા, એન્ટી-રોલ બાર સાથે વધુ સુરક્ષા ફીચર ધરાવે છે જે 2050એમએમ વ્હીલબેઝ, 5-સ્પીડ ટ્રાન્સમિશન સાથે સ્થિરતા પૂરી પાડે છે.
સુપ્રો એક્સેલ ડીઝલ 23.6 કિમી પ્રતિ લિટરની ઇંધણ કાર્યક્ષમતા મેળવે છે, જ્યારે સુપ્રો એક્સેલ સીએનજી ડ્યુઓ 105 લિટરની ક્ષમતા સાથે, પ્રભાવશાળી 24.8 કિમી પ્રતિ કિલોની એવરેજ પૂરી પાડે છે અને 500 કિમીથી વધુની નોંધપાત્ર રેન્જ ધરાવે છે. નવું એસસીવી શક્તિશાળી 19.4 kW ડાયરેક્ટ ઇન્જેક્શન ડીઝલ એન્જિન અને 20.01 kW પોઝિટિવ ઇગ્નિશન સીએનજી એન્જિન બીએસ6 આરડીઈ-સુસંગત એન્જિનથી સજ્જ છે, જે અનુક્રમે 55 Nm અને 60 Nm ટોર્ક પૂરો પાડે છે. આ વાહન આર13 ટાયર ધરાવે છે અને 208 એમએમગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવિઝનના સીઈઓ નલિનીકંઠ ગોલ્લાગુંટાએ જણાવ્યું હતું કે “અમારી ‘રાઇઝ’ ફિલોસોફીનો પાયો એવી મહિન્દ્રાની ‘રાઇઝ ફોર વેલ્યુ’ અમારી લેટેસ્ટ ઓફરિંગ મહિન્દ્રા સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલમાં સમાયેલો છે.