મહિન્દ્રા રજૂ કરે છે ઓલ-ઇલેક્ટ્રિક XUV400 પ્રો રેન્જ: રૂ.15.49 લાખની પ્રારંભિક કિંમતથી શરૂ

સુરત :ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે XUV400 Pro રેન્જને રૂ. 15.49 લાખથી શરૂ થતી પ્રારંભિક કિંમતે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. લેટેસ્ટ પ્રો રેન્જ ત્રણ નવા વેરિઅન્ટ રજૂ કરે છે: EC Pro (34.5 kWh બેટરી, 3.3 kW AC ચાર્જર), EL Pro (34.5 kWh બેટરી, 7.2 kW AC ચાર્જર), અને EL Pro (39.4 kWh બેટરી, 7.2 kW AC ચાર્જર).
આ દરેક વેરિઅન્ટદરેક અદ્યતન સુવિધાઓ અને વધુ આરામ ઓફર કરે છે. 12 જાન્યુઆરી, 202414:00 કલાકથી બુકિંગ શરૂ થશે, રૂ. 21,000ની પ્રારંભિક બુકિંગ રકમ સાથે બુક કરી શકાય છે. ડિલિવરી 1 ફેબ્રુઆરી, 2024થી શરૂ થશે. રૂ. 15.49 લાખથી શરૂ થતી પ્રારંભિક કિંમતો 31 મે, 2024 સુધીની ડિલિવરી પર લાગુ. XUV400 પ્રો રેન્જ તેના આનંદદાયક નવા નેબ્યુલા બ્લુ કલર વિકલ્પ સાથે બોલ્ડ સ્ટેટમેન્ટ રજૂ કરે છે. તે આકર્ષક શાર્ક ફિન એન્ટેના ધરાવે છે, જે ઓલ-ઇલેક્ટ્રિક એસયુવીની એકંદરેસુંદરતા વધારે છે.
XUV400 Pro રેન્જની કોકપિટ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં 26.04 સેમી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 26.04 સેમી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે, જે આધુનિક કનેક્ટિવિટી અને ઉપયોગમાં સરળતા માટે રચાયેલ છે. એટલું જ નહીં, તેમાં એડ્રેનોક્સ કનેક્ટેડ કાર સિસ્ટમ છે જે 50થી વધુ કનેક્ટેડ સુવિધાઓ ઓફર કરીને ડ્રાઇવિંગ સલામતી, માલિકીનો અનુભવ અને એકંદર વાહન કાર્યક્ષમતામાં વધારો કરે છે.