એલ પી સવાણી ડે બોર્ડિંગ સ્કૂલમાં સર્કસ ની થીમ ઉપર રંગારંગ વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ
સુરત ની સુપ્રસિદ્ધ એલ પી સવાણી ડે બોર્ડિંગ સ્કૂલમાં આજ રોજ વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના સમારંભના અતિથિ વિશેષ રૂપે ડો વિવેક અગ્રવાલ, પંક્તિ ચોકસી અને મોટીવેશનલ સ્પીકર નરેશ અગ્રવાલએ હાજરી આપી હતી.
શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી અને વાઈસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી સાથે સુરત શહેરના દિવંગત મહેમાન શ્રીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી.
અતિથિઓનું ભવ્ય સ્વાગત શાળાના બેન્ડ ના તાલે શાળાના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.એલ પી સવાણી ડે બોર્ડિંગ સ્કૂલ ના અનેક વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાના-નાના ભૂલકાઓએ સર્કસ થીમ પર, ડિસ્કો, જાઝ, , ટેપ ડાન્સ જેવી કૃતિઓ રજૂ કરી વાલીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા .
. આ ઉપરાંત હિન્દી તથા અંગ્રેજી ભાષામાં નાટ્યકૃતિઓએ પણ નોંધનીય રજૂઆત કરી દર્શકો તથા અતિથિ વિશેષની વાહ-વાહ મેળવી હતી. યોગા એરોબિક્સ ટાઇક્વોનડો ના પ્રદર્શન દ્વારા વિધાર્થીઓની તન્દુરસ્તી તથા શારીરિક ક્ષમતા ને પ્રતિબિંબિત કરવામાં આવી હતી.શાળાના આચાર્યશ્રી થોમસ સરે વાર્ષિક એહવાલ રજૂ કરી દર્શકોને શાળાના વિધાર્થીઓની અભ્યાસ, રમતગમત, કલા તથા ગણિત – વિજ્ઞાન ના ક્ષેત્રમાં મેળવેલ ઝળહળતી સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા.
તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને અતિથિ વિશેષશ્રીના વરદ હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના સંચાલક મયુરભાઈ એ. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની મહેનતની સરાહના કરી હતી.એલ પી સવાણી ડે બોર્ડિંગ સ્કૂલના વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રંગારંગ વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણીને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો હતો વાલીઓએ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ભરપેટ વખાણ કર્યા હતા.