સુરત

સુરત મહાનગરપાલિકા ઘ્વારા અંદાજિત રૂ. ર૪.૯૭ કરોડના ખર્ચે સાકારિત થયેલ તથા સાકારિત થનાર  વિવિધ પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્ત

નવો પૂર્વ સરથાણા ઝોન, રાંદેર ઝોન ,ઉધના ઝોન અને અઠવા ઝોન વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્તની તકતીની અનાવરણવિધિ

સુરત મહાનગરપાલિકા ઘ્વારા નવો પૂર્વ સરથાણા ઝોન, રાંદેર ઝોન ,ઉધના ઝોન અને અઠવા ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ. ર૪.૯૭ કરોડના ખર્ચે સાકારિત થયેલ તથા સાકારિત થનાર  વિવિધ પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્તની તકતીની અનાવરણવિધિ  મેયર  દક્ષેશ માવાણીના વરદહસ્તે અને  ધારાસભ્ય  સંદિપ દેસાઇની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી. સુરત મહાગરપાલિકાના નીચે મુજબના પ્રકલ્પોની લોકાપર્ણ અને ખાતમૂહુર્તની તકતીની અનાવરણવિધિ કરી પ્રજાને અર્પણ કરવામાં આવેલ છે.

–  વાલમ નગર સોસાયટી પાસે, પુણા-સીમાડા બી.આર.ટી.એસ. રોડ, સીમાડા ખાતે રૂા- ૦૨.૦૬ કરોડના ખર્ચે સાકારિત વોર્ડ ઓફિસની સાથે વી.બી.ડી.સી. યુનીટ તેમજ સીવીક સેન્ટરનું લોકાર્પણ.

–  સરથાણા નેચર પાર્ક ખાતે રૂા- ૦૧.૯૭ કરોડના ખર્ચે સાકારિત વિવિધ પ્રાણીઓનું નાઈટ શેલ્ટર તથા બેબી નર્સરીનું લોકાર્પણ.

–  સરથાણા નેચર પાર્ક ખાતે રૂા- ૦૩.૧૯ કરોડના ખર્ચે સાકારિત થનાર તળાવને રી-ડેવલોપ /રીનોવેશન કરવાના કામનું ખાતમુહૂર્ત.

–  સરથાણા નેચર પાર્ક ખાતે રૂા- ૦૧.૫૪ કરોડના ખર્ચે સાકારિત થનાર રેપ્ટાઈલ હાઉસ બનાવવાના કામનું ખાતમુહૂર્ત.

–  સરથાણા નેચર પાર્ક ખાતે રૂા- ૦.૨૩ કરોડના ખર્ચે સાકારિત થનાર નેચરપાર્કની દિવાલને લાગુ નેચરપાર્ક પૈકીની જગ્યામાં તક્ષશિલા આગ દુર્ઘટના અંતર્ગત ૨૨ જેટલા માસુમ બાળકોને શ્રદ્ધાંજલી તથા સ્મરણ માટેનું સ્મારક બનાવવાના કામનું ખાતમુહૂર્ત

–  વાલક પ્રાથમિક શાળાની સામે વાલક ગામ ખાતે રૂા- ૦૩.૨૧ કરોડના ખર્ચે સાકારિત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ.

–  દુખીયાનો દરબાર રોડ,આઉટર રીંગરોડ જંકશન ખાતે રૂા- ૦.૬૦ કરોડના ખર્ચે સાકારિત થનાર વરસાદી ગટર લાઈનના નેટવર્કના ફલડગેટ (આઉટલેટ-૩,૪) બનાવવાના કામનું ખાતમુહૂર્ત.

–  દુખીયાનો દરબાર રોડ,આઉટર રીંગરોડ જંકશન ખાતે રૂા- ૦.૯૫ કરોડના ખર્ચે સાકારિત થનાર નવા સમાવિષ્ટ થયેલ ગામોમાં વરસાદી લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત.

–  ટી.પી.સ્કીમ નં.૦૮ (પાલનપુર), ફા.પ્લોટ નં.૧૦૭ ખાતે રૂા- ૦.૧૪ કરોડના ખર્ચે સાકારિત શાંતિકુંજનું લોકાર્પણ

–  પશ્ચિમ ઝોન (રાંદેર)  વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૦૮ (પાલનપુર) ફા.પ્લોટ નં.૧૧૬ ખાતે (નવસર્જન શાળા પાસે) રૂા- ૪.૧૩ કરોડના ખર્ચે સાકારિત થનાર શહેરી ઘરવિહોણા લોકો માટે શેલ્ટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત

–  પશ્ચિમ ઝોન (રાંદેર)  વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમનં.૦૮ (પાલનપુર) , ફા.પ્લોટ નં.૧ર૪ ખાતે રૂા-ર.પ૯ કરોડના ખર્ચે સાકારિત થનાર રીડીંગ રૂમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત

–   પાલ આર.ટી.ઓ. થી ઇચ્છાપોર ચાર રસ્તા સુધીના રોડ પૈકી પાલ આર.ટી.ઓ. થી શરૂઆતના અંદાજીત ૧  કિ.મી. રોડ ને ડેડીકેટેડ બી.આર.ટી.એસ. કોરીડોર તરીકે ડેવલપ કરવા તથા ૦૧ (એક) લોકેશન પર પોર્ટેબલ ટાઇપ બી.આર.ટી.એસ. બેસ શેલ્ટર રૂા-૧.૦ર કરોડના ખર્ચે બનાવવાના કામનું ખાતમુહૂર્ત

–  ટી.પી.સ્કીમ નં.૧૪ (પાલ), ફા.પ્લોટ નં.૧૭૦ ખાતે રૂા- ૦.૧૪ કરોડના ખર્ચે સાકારિત શાંતિકુંજનું લોકાર્પણ

– ટી.પી.સ્કીમ નં.૮ (પાલનપુર) એફ.પી. નં.૧ર૪, મીનીવિરપુર મંદિર પાલનપુર કેનાલ રોડ, પાલનપુર, સુરત ખાતે રૂા- ૦.પર કરોડના ખર્ચે સાકારિત થનાર ઇચ્છાપોર ગામતળમાં  મિલ્કત નં.૩૩૯માં આવેલ હયાત કોમ્યુનિટી હોલનું રીનોવેશન તેમજ એરીયા ડેવલોપમેન્ટ કરવાના કામનું ખાતમુહૂર્ત

–  રામેશ્વર  હિલ્સની સામે આવેલ બાયોડાયર્વસીટી પાર્કની જગ્યા ખાતે રૂા- ર.૩પ કરોડના ખર્ચે સાકારિત બાયોડાયર્વસીટી પાર્કની જગ્યામાં છઠ્ઠ પુજા તથા અન્ય ધાર્મિક તહેવારો માટે તળાવનું લોકાર્પણ

–  મોટી બજાર, હાઇમાસ્ટ ટાવર પાસે, ડુમસ ખાતે રૂા- ૦.૩૩ કરોડના ખર્ચે સાકારિત થનાર ડુમસ ગામતળમાં આંગણવાડી બનાવવાના કામનું ખાતમુહૂર્ત

સદર કાર્યક્રમમાં  ડે. મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજનભાઇ પટેલ, નેતા, શાસક પક્ષ  શશીબેન ત્રીપાઠી, દંડક  ધર્મેશ વાણીયાવાલા ,  વિવિધ સમિતિ અઘ્યક્ષઓ, મ્યુ. સદસ્યશ્રીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ,મિડીયાના  મિત્રો અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button