એજ્યુકેશન

લિંબાયત તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

સુરતઃ જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરતના માર્ગદર્શન હેઠળ લિંબાયત યુ.આર.સી-4 ખાતે તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ-2023 આયોજિત કરવામાં આવ્યો. બાળકોને શિક્ષણમાં થતી મુશ્કેલીઓ અને સમસ્યાને હલ કરવાં માટે વિવિધ નવતર પ્રયોગ શિક્ષકોદ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા.

જેમાં પ્રાથમિક વિભાગમાં 22 નવતર પ્રયોગ અને માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 9 નવતર પ્રયોગ મળીને કુલ-31 નવતર પ્રયોગ રજુ કરવામાં આવ્યા. આ નવતર પ્રયોગમાં નિર્ણાયક ટિમમાં ડાયટના લેકચર  સંજયભાઈ બારડ અધ્યક્ષ સ્થાને તેમજ બીટનિરીક્ષક  નુરોદીન શાહ, CRC ડૉ. દિનેશ વાઘ, જયેશભાઇ પરમાર,  જીગ્નેશભાઈ પીપળીયા અને Urc શ્રી પુરુષોત્તમભાઈ જગદાળે વગેરે હતા.આ નવતર પ્રયોગમાં તમામ શિક્ષકોને ટ્રોફી અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યું. તમામએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button