એજ્યુકેશન
વનિતા વિશ્રામ હાયસ્કુલ અઠવાગેટ ખાતે કાનૂની માર્ગદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો
નશામુકિત ,પોકસો એક્ટ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની પ્રવૃત્તિઓ, મિસિંગ ચાઈલ્ડ વગેરે જેવા વિષયો પરમાર્ગદર્શન
સુરત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જિલ્લા ન્યાયાલય સુરત દ્વારા વનિતા વિશ્રામ હાયસ્કુલ (અંગ્રજી માધ્યમ ) અઠવાગેટ ખાતે કાનૂની માર્ગદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.સદર
કાર્યક્રમ અંતર્ગત નશામુકિત ,પોકસો એક્ટ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની પ્રવૃત્તિઓ, મિસિંગ ચાઈલ્ડ વગેરે જેવા વિષયો પર ન્યાયાધીશ આર.એ.ત્રિવેદી ,મેમ્બર સેક્રેટરી અને મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાબાદ, ન્યાયાધીશ વી.વી. મોઢે , પ્રોજેકટ ઓફિસર અને અધિક સિનિયર સિવિલ ન્યાયાધિશ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાબાદ, ન્યાયાધીશ એચ.વી.જોટાનીયા, સચિવ અને અધિક સિનિયર સિવિલ ન્યાયાધિશ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય તથા શોભનાબેન છાપિયા,
પ્રદિપભાઈ શિરસાઠ, શાળાના આચાર્યએ ઉપસ્થિત યુવાનો અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડી જાગૃત કર્યા હતા.