બિઝનેસ

લેન્ક્સેસએ ઇન્ડિયા એપ્લીકેશન ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કર્યુ

ભારતના ઔદ્યોગિક અને કન્ઝ્યુમર માર્કેટ માટે નવીનતા અને જરૂરિયાત અનુસારના ઉકેલોને ટેકો આપે છે

મુંબઇ : જર્મન સ્પેસિયાલિટી કેમિકલ કંપની લેન્ક્સેસએ થાણે, મુંબઇ ખાતે પોતાની ઇન્ડિયા એપ્લીકેશન ડેવલપમેન્ટ સેન્ટર (IADC)નું ઉદઘાટન કર્યુ છે, જે તેની નવીનતા અને ગ્રાહક સેવા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. આ સેન્ટર લેન્ક્સસ હાઉસમાં એક આખો માળ (ફ્લોર) ધરાવે છે જે ભવિષ્યના વિસ્તરણ માટેની ક્ષમતા સાથે બે બિઝનેસ એકમો માટેના કેન્દ્ર તરીકે સેવા પૂરી પાડે છે.

“ભારત લેન્ક્સેસ માટે અગત્યનો વૃદ્ધિ વિસ્તાર છે, જે સહયોગ અને નવીનતા માટે પુષ્કળ તકો પ્રદાન કરે છે,” એમ ઉદઘાટન સમારંભમાં લેન્ક્સેસ AGના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન મેથીયાસ ઝેચર્ટએ જણાવતા ઉમેર્યુ હતું કે “નવુ એપ્લીકશન ડેવલપમેન્ટ સેન્ટર ઓર્ગેનિક, નવીનતા આધારિત વૃદ્ધિને આગળ ધપાવવાની સાથે અમારા સ્થાનિક ગ્રાહકોની જરૂરિયાત અનુસાર વિકસાવવામાં આવેલા ઉકેલો પૂરા પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે. એક કંપની તરીકેની 20મી જન્મજયંતિ સાથે ભારત માટે આ અગત્યની સિદ્ધિ પ્રાપ્ત કરતા હું રોમાંચ અનુભવુ છું: આમ આ બેવડી ઉજવણીની તક છે.”

IADC લેન્ક્સેસના મહત્ત્વના માર્કેટ અને નવીનતાના કેન્દ્ર તરીકે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયત્ન પર ભાર મુકે છે, જે કંપનીની ઉચ્ચ મૂલ્ય, સ્થાનિક જરૂરિયાતો અનુસાર ખાસ ઉકેલો પૂરા પાડવાની કંપનીની ક્ષમતાનું વિસ્તરણ કરે છે. પ્રથમ પગલાંમાં તે બે અગત્યના બિઝનેસીસની કુશળતાનું સંકલન કરે છેઃ જેમાં લ્યૂબ્રીકન્ટ એડીટીવ્સ (ઉચ્ચ પ્રદર્શનવાળા એડીટીવ્સ અને એડીટીવ સિસ્ટમ્સ, સિંથેટિક બેઝ પ્રવાહીઓ અને રેડી ટુ યૂઝ લ્યૂબ્રીકન્ટસ) અને મટીરિયલ પ્રોટેક્શન પ્રોડક્ટસ (એન્ટીમાઇક્રોબાયલ, ડિઇન્ફ્કેશન અને પ્રઝર્વેશન સોલ્યુશન્સ)નો સમાવેશ થાય છે.

ગ્રાહકોને લ્યૂબ્રીકન્ટ્સના ફ્રીક્શન અને વેર, સિંથેસિસ અને નવી સામગ્રીના પરીક્ષણ અને પેઇન્ટસ, ઇમલ્સન્સ અને અન્ય પાણી આધારાતિ કેમિસ્ટ્રીઝના આગોતરા અભ્યાસોથી ગ્રાહકોને દ્રષ્ટાંતરૂપ ફાયદો પ્રાપ્ત થશે.

“IADC સ્થાપિત કરીને અમે અમારી કુશળતા અમારા ભારતીય ગ્રાહકોની સમીપ લાવી રહ્યા છીએ. આ સેન્ટર ફક્ત નવીનતાને જ ટેકો આપશે એટલુ જ નહી વિકસતા બજારોના પ્રવાહો પર ઝડપથી અને ચોક્સાઇ સાથે ધ્યાન કેન્દ્રિત કરવાની અમારી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.” એમ લેન્ક્સેસ ઇન્ડિયાના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નમિતેષ રોય ચૌધરીએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button