એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું શૈક્ષણિક વર્ષ 2021 22 નું ધોરણ 10 નું જળહળતું પરિણામ
આજરોજ જાહેર થયેલ સીબીએસસી ધોરણ 10ના પરિણામમાં એલપી સવાણી સ્કૂલના 50 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં 97 વિદ્યાર્થીઓ a2 ગ્રેડમાં 108 વિદ્યાર્થીઓ b1 ગ્રેડમાં અને 73 વિદ્યાર્થીઓ b2 ગ્રેડમાં ઉત્તીર્ણ થયેલ છે
આ તમામ વિદ્યાર્થીઓની સફળતા પાછળ એલપી સવાણી પરિવાર શાળાના ઉર્જાવવાના આચાર્ય અને અધ્યાપકોની કઠોર તપસ્યાનું જ પરિણામ છે જેથી આજે સુરત મહાનગરમાં આ શાળાનું નામ ખૂબ ઊંચું થયું છે આ તમામ વિદ્યાર્થીઓ એલપી સવાણી પરિવાર આચાર્ય અને અધ્યાપકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવાય છે કે જેમણે પોતાની આગવી મહેનત ખંત અને પ્રતિભાથી આ સ્કૂલનું જ નહીં પણ સમગ્ર એલપી સવાણી પરિવારનું નામ રોશન કરેલ છે
શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી અને વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો અને સમગ્ર શાળા પરિવારના વિદ્યાર્થીઓને સફળતા માટે અને ઉચ્ચ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે