કૃતિ સેનન કેમ્પસ એક્ટિવવેરની વુમન્સ કેટેગરીનો નવો ચહેરો

સુરત: ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સ પૈકીની એક કેમ્પસ એક્ટિવવેરે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કૃતિસેનનને તેની વુમન્સ કેટેગરીના નવા ચહેરા તરીકે જાહેર કર્યાં છે. આ માત્ર એક બ્રાન્ડ અને સેલિબ્રિટી વચ્ચેની ભાગીદારી નથી, પરંતુ તે ભારતના વુમન્સ ફૂટવેર સેગમેન્ટના ભવિષ્યને આકાર આપવાના કેમ્પસના વિઝનને મજબૂત બનાવે છે.કેમ્પસ એક્ટિવવેરે વર્ષોથી લાખો ભારતીયો માટે સ્નીકર્સ એક સુવિધાજનક, ટ્રેન્ડી અને આરામદાયક ફૂટવેર તરીકે સ્થાપિત કર્યા છે. કૃતિસેનનનું ઓન બોર્ડિંગ એ આ સફરમાં બ્રાન્ડ માટે બીજું એક મોટું પગલું છે, જેનો ઉદ્દેશ્ય કૃતિના બોલ્ડ અને બેજોડ વ્યક્તિત્વને કેમ્પસના વિઝન સાથે જોડવાનો છે.
આ ભાગીદારી વિશે કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના સીઈઓ અને હોલ ટાઈમ ડિરેક્ટર નિખિલ અગ્રવાલે કહ્યું હતું કે,“કેમ્પસની વુમન્સ કેટેગરીના નવા ચહેરા તરીકે કૃતિસેનન નું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. તેમનું જુસ્સેદાર અને બહુમુખી વ્યક્તિત્વ તેમજ વિશ્વસનીયતા આજની ભારતીય મહિલાના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. તેમનું વ્યક્તિત્વ અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે અનુરૂપ છે. વુમન્સ સ્પોર્ટ્સ અને એથ્લેઝર અમારા વૃદ્ધિને આગળ ધપાવતી મહત્વપૂર્ણ કેટેગરી છે.
આ સહયોગ વિશે કૃતિસેનને કહ્યું હતું કે, કેમ્પસ એક પ્રતિષ્ઠિત સ્વદેશી ભારતીય સ્નીકર બ્રાન્ડ છે જે મારા વિચારો સાથે સુસંગત છે. મહિલાઓ જીવનમાં વિવિધ ભૂમિકા ઓ ભજવે છે તેથી ફૂટવેર પણ તેના અનુરૂપ હોવા જોઈ એ. આ બાબતને લક્ષ્યમાં રાખીને કેમ્પસ આરામદાયક અને સ્ટાઇલિશ ફૂટવેર ડિઝાઇન કરે છે.