બિઝનેસ

કાશ્મીરી યુવાનો અદાણી હજીરા પોર્ટની મુલાકાતથી પ્રભાવિત 

કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતની મુલાકાતે છે

સુરત : કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતની મુલાકાતે આવેલા કાશ્મીરી યુવાનો અદાણી હજીરા પોર્ટ અને દરિયો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિર્યાતના મહત્વના સ્થળ ઉપર પહોચીને અનેક યુવાનો આશ્ચર્યચકિત હતા. એમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતા વ્યક્ત કરી હતી.

યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા આયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતની મુલાકાતે છે. જમ્મુ અને કશ્મી અનંતનાગ, કૂપવાડા, બારાંમુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામા જિલ્લાના ૧૩૨ કાશ્મીરી યુવાનો ટીમ લીડરો સાથે આજે અદાણી હજીરા પોર્ટની મુલાકાતે આવ્યા હતા.

કાશ્મીરના બારામુલાથી આવેલી યુવતી આફરીન એ જણાવ્યુ હતું કે અમે આજે અદાણી પોર્ટ ઉપર ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કઈ રીતે થાય છે, વિદેશ સાથે બિઝનેસ કઈ રીતે થાય છે એ બધુ જાણ્યું, સમજયું અને જોયું. અમે જીવનમાં પ્રથમ વખત દરિયો જોયું, વહાણ જોયું. કાશ્મીરી યુવાન મહમ્મદ હામીદ એ જણાવ્યુ હતું કે અમારો અનુભવ અદ્ભુત રહ્યો છે. કાશ્મીરના શ્રીનગરથી આવેલી યુવતી મારિયાએ જણાવ્યુ હતું કે, અમે નેહરૂ યુવા સંગઠન અને અદાણી પોર્ટનો અદ્ભુત અનુભવ કરાવવા બદલ દિલથી આભાર માનીએ છીએ કે આ એક પહેલા ક્યારેય નથી થયો એવો અનુભવ રહ્યો છે.

સારા જફર નામની ઉત્સાહી યુવતી જણાવ્યુ હતું કે પોર્ટના ઓપરેશનને બહુ નજીકથી જાણવાનું મળ્યું, ઓટોમેટિક ક્રેન અને ઓછા માનવ શ્રમથી કેટલું મોટી કામ થઈ શકે છે એવું ઘણું બધુ જીવનમાં પ્રથમ વખત જોયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button