કેલોરેક્સ દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી સસ્ટેનેબિલિટી પ્લાનનો અભ્યાસક્રમ શરૂ કરાયો
કેલોરેક્સના માસ્કોટ યાલી, જે ધ ગ્રીન ગાર્ડિયન તરીકે પ્રાકૃતિક સુપરહિરો છે, જે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને આદર જગાડશે
અમદાવાદઃ કેલોરેક્સ, કે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે પ્રતિબદ્ધ અગ્રણી શૈક્ષણિક જૂથ છે, જેણે નવા શૈક્ષણિક વર્ષમાં સસ્ટેનેબિલિટી પ્લાનનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આગામી પેઢી અને વિદ્યાર્થીઓને ટકાઉ અને સારા ભવિષ્યના એજન્ટ તરીકે સશક્ત કરવાનો છે.
કેલોરેક્સ દ્વારા 30મી વર્ષગાંઠની ઉજવણી વખતે તેના માસ્કોટ યાલીની ‘યાલી- ધ ગ્રીન ગાર્ડિયન’ તરીકે પુનઃકલ્પના કરી છે, જે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે ઊંડો પ્રેમ અને આદાર જગાડવા માટે રચાયેલ નેચરલ સુપરહિરો છે.
કેલોરેક્સના MD અને CEO ડૉ મંજુલા પૂજા શ્રોફે જણાવ્યું હતું કે, “કેલોરેક્સમાં અમે માનીએ છીએ કે વધુ સારા અને ટકાઉ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બાળકોને સશક્ત બનાવવા જોઇએ. પ્રકૃતિ પ્રત્યેના તેમના પ્રેમને ઉજાગર કરીને અમે ભવિષ્યના પર્યાવરણ ચેમ્પિયન તૈયાર કરી રહ્યાં છીએ. અમારો સસ્ટેનેબિલિટી પ્લાન અભ્યાસક્રમ અને યાલી-ધ ગ્રીન ગાર્ડિયન પહેલ આ વિઝનને પ્રતિબિંબિત કરે છે. જે દરેક બાળકોને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના મહત્વપૂર્ણ સાથી બનાવે છે.”
સસ્ટેનેબિલિટી પ્લાન અભ્યાસક્રમ 13 જૂનના રોજ શરૂ કરાયો હતો, જે ઉનાળાના વેકેશન બાદ અને વિશ્વ પર્યાવરણ દિવસના એક સપ્તાહ પછી શાળાઓ ફરીથી શરૂ થતાની સાથે જ સુસંગત કરાયો છે. આ પહેલ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓને જોડે છે. જે યાલી-ધ ગ્રીન ગાર્ડિયનને અનુસરવા અને યાલી-ધ ગ્રીન ગાર્ડિયન ફોર્સની રચના કરવા પ્રોત્સાહિત કરે છે. પાંચ વ્યૂહાત્મક પર્યાવરણ સિદ્ધાંતો સાથે સંરેખિત કેન્દ્રિત પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા મજબૂત જીવન પ્રણાલી આપવા માટે સમગ્ર કેલોરેક્સ ગ્રૂપ સમુદાયને શિક્ષિત કરવા અને પ્રેરણા આપવા માટે રચાયેલ છે.
બ્લુ આઇલેન્ડ પાણી બચાવવા અને પૃથ્વીને બચાવવાના સિદ્ધાંત પર અને ગ્રીન ગાર્ડન હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષો વાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એનર્જી સ્ટેશન સંસાધનો બંધ કરવા અને રિસાયકલ યાર્ડ રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે રિડક્શન બૂથનો હેતુ પ્રદૂષણ અને કચરો ઘટાડવાનો છે.
દર મહિને સસ્ટેનેબિલિટી પ્લાન અભ્યાસક્રમમાં આ સિદ્ધાંતોમાંથી કોઇ એક પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. તમામ શૈક્ષણિક સ્તરમાં શાળાના વિષયોમાં ચોક્કસ પ્રવૃત્તિઓને એકીકૃત કરાશે. આ પ્રવૃત્તિઓનો હેતુ તમામ વયના વિદ્યાર્થીઓમાં ટકાઉ જીવન અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમના સિદ્ધાંતને ઉજાગર કરવા સાથે જાગૃત કરવાનો છે.