નર્મદા જીલ્લામાં સરકારી વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કુપોષણ ક્ષેત્રે અસરકારક પરિણામ મળ્યા
- સંગીનીનો સમુદાય સાથે મજબૂત સંપર્ક છે - ડૉ.જનકકુમાર માઢક

રાજપીપળા, નર્મદા: છેલ્લા પાંચ વર્ષથી નર્મદા જિલ્લામાં સરકારના સહયોગમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કાર્યરત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેકટની અંતિમ મુલ્યાંકન શેરીંગ વર્કશોપ નું આયોજન રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં પાંચ વર્ષ દરમિયાન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરેલી કામગીરી અને એના થકી મળેલા પરિણામોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આઈ.સી.ડી.એસ. અધિકારીની પ્રેરક હાજરીમાં આ વર્કશોપનું આયોજન થયું હતું.
વર્કશોપની શરૂઆતમાં અદાણી ફાઉન્ડેશનના શીતલ પટેલએ પાંચ વર્ષના સમયગાળામાં થયેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી. જૂન ૨૦૧૮ થી નર્મદા જીલ્લામાં ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ સરકારના આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે રહીને રચનાત્મક અને વિવિધ પ્રકારની કામગીરી જિલ્લાના ૫૬૨ જેટલા ગામોમાં કરવામાં આવી છે. માતાઓ અને બાળકો ના અરોગ્ય અને પોષણ માટે રચનાત્મક કામગીરી કરીને પોષણ ઝુંબેશ કરવામાં આવી. જેમાં નર્મદા જિલ્લાના ૯૫૨ આંગણવાડી બહેનો અને ૨૧૫ સંગીની બહેનો ઉત્સાહભેર સહકારથી વિવિધ કામગીરી કરી.
IIPH (Indian Institute of public health, Gandhinagar) તરફથી કરવામાં આવેલ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટના અંતિમ મુલ્યાંકન ના પરિણામની વિગતો અદાણી ફાઉન્ડેશનના સુપોષણ અને કોમ્યુનિટી હેલ્થના હેડ વિવેક યાદવે આપી હતી. જયારે IIPHG દ્વારા ૨૦૧૯ માં બેઝલાઈન સર્વે કર્યો હતો, ત્યારે ૦-૨ વર્ષના બાળકોમાં અતિ તીવ્ર ગંભીર કુપોષણ (SAM)નું પ્રમાણ ૧૦.૫% મળેલ હતું. ત્યાર બાદ હાલ ૨૦૨૪ મુજબ આ પ્રમાણ ૭.૫% થયો છે. ઓછા વજનવાળા બાળકોની દૃષટીએ, ૨૦૧૯ આ પ્રમાણ ૩૯.૭ % હતું. તે પછી હાલમાં આ પ્રમાણ ૩૩% થયો છે.
વર્કશોપમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનકકુમાર માઢકએ જણાવ્યુ હતું કે સંગીની નો સમુદાય સાથે મજબૂત લોક સંપર્ક છે તેવુ નિરીક્ષણ ફિલ્ડમાં સતત જોયુ છે. તેમજ સંગીની થકી સેમ બાળકોને એન.આર.સી. અને સી.એમ.ટી.સી. રેફરલ સેવામાં ઘણો જ અસરકાર સહયોગ મળ્યો છે. અને તેઓએ એ પણ સુચન કર્યુ હતુ કે આપણી ટીમ અને સંગીનીની સમુદાયને મોબીલાઈઝેસન કરવાની આવડત અને સામાજીક વ્યવહાર પરીવર્તન કરવાની ભુમિકા અસરકાર રીતે નિભાવી છે.
નર્મદા જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ક્રીષ્નાબેન પટેલએ જણાવ્યુ હતું કે સુપોષણ કાયક્રમ થકી જે પણ સમુદાય સ્તરે સાથ સહકાર મળ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. સરકાર અને અદાણી ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી સંગીની બહેનો સઘન મહેનત કરી રહી છે. તેઓ ગ્રામ્ય લેવલે હેલ્થ તથા આઇ.સી.ડી.એસ. વિભાગોના નર્સ, આશાબેન અને આંગણવાડી બેનના સંકલનથી વિવિધ કામગીરી કરે છે. એમણે સંગીની બહેનોની કામગીરીની સરાહના કરી હતી.