
સુરતઃ વરાછા કમલપાર્ક અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા રાજસ્થાન ક્ષત્રિય ઘાંચી સમાજ ટ્રસ્ટની વાડીમાં સ્ત્રીસશક્તિક કાર્યક્રમ એટલે “*જાગૃત બેટી સુરક્ષિત પરિવાર*”નું એક શાનદાર આયોજન થયેલું હતું.
કાર્યક્રમનું આયોજન અર્ચના નિકેતન શાળા દ્વારા થયેલું હતું અને તેમાં ઘાંચી સમાજ વાડી તેમજ માતૃશક્તિ સંયોજિકા વિશ્વ હિન્દુ પરિષદ કુસુમબેન વર્મા, મઢ મંદિર સંયોજક કૃષ્ણ મુરારી શર્મા ,ક્રિષ્ના એકેડેમી શ્રીમાન પ્રસાદ આગલેનો વિશેષ સહયોગ રહ્યો હતો.
વક્તા શ્રી અસ્મિતાબેન શિરોયા અને જ્યોતિબેન શનિશ્વરા દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને પૂનમ બગલ (ગોલ્ડ મેડાલિસ્ટ) દ્વારા શોર્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. (મહિલા સુરક્ષા )નમ્રતાબેન ડોલશ દ્વારા
વિશેષ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને વર્તમાન પરિસ્થિતિ સામે જાગૃતતા ફેલાવવાનો એક વિશેષ નવયુક્ત પ્રયોગ થયો હતો. ઉપસ્થિત તમામ મહિલાઓએ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને શાંતિપૂર્વક માણ્યો હતો.
શાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સ્કાઉટ &ગાઇડ ટીમ દ્વારા એક વિશેષ પરેડનું પણ આયોજન થયેલ, દુર્ગા વાહિની ગ્રુપ દ્વારા સુંદર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા, તેમજ દિવ્યેશભાઈ પરડવા, આચાર્યા શ્રી રજીતા તુમ્મા, નિયામક શ્રી ચંદુભાઈ ભાલીયાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહિલાઓને જાગૃતતા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અને જણાવ્યું હતું કે પરિવારની સ્ત્રી સુરક્ષિત હશે તો જ પરિવાર સુખી રહેશે અને માનભેર સમાજમાં રહી શકશે. કાર્યક્રમને સફળ બનાવવવા શાળા પરિવારના તમામ કર્મચારુઓએ મહેનત કરી હતી.