સુરત

સુરત લોકસભા કાર્યાલય પર મહિલા પદાધિકારીઓની પરિચય બેઠક યોજાઈ

આગામી લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજયનો નારીશક્તિનો હુંકાર

સુરત : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે દેશભરમાં વિવિધ રાજકીય પક્ષોએ તેમના રાજકીય સમીકરણોને લઈને ગતિવિધિ તેજ કરી દીધી છે. તેવા સમયે બુધવારે સુરત લોકસભા કાર્યાલય પર મહિલા પદાધિકારીઓની પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઐતિહાસિક વિજયનો ઉપસ્થિત નારીશક્તિએ હુંકાર ભર્યો હતો.

બેઠકના પ્રારંભમાં લોકસભાના સંયોજક  જગદીશભાઈ પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક છે.કારણકે, દેશભરમાંથી ભાજપા અને એનડીએ ને મળી રહેલા પ્રચંડ જનસમર્થનથી એ નક્કી થઇ ગયું છે કે દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી જ્વલંત વિજય સાથે ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રીની ધુરા સંભાળશે. તેનું મુખ્ય જો કોઈ કારણ હોય તો એ છે કે પ્રધાનમંત્રી દેશની નારી શક્તિ માટે અતિ સંવેદનશીલ છે .

આ દેશમાં આઝાદીથી લઈને 2014 સુધી ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ માટેના શૌચાલયની પીડાનો અહેસાસ કોઈએ કર્યો ન હતો. આ પીડા એકમાત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કરી હતી. આ પીડા અને સમસ્યા અંગે તેઓએ લાલ કિલ્લા પરથી દેશને અવગત કરાવ્યો હતો અને એટલુંજ નહીં પરંતુ આ સમસ્યાના નિવારણ માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું અને દેશની ગ્રામીણ ક્ષેત્રની નારીશક્તિને આ પીડામાંથી મુક્તિ અપાવી હતી. તેમણે આ સમસ્યા જ નહીં પરંતુ ચૂલા ફૂંકી પીડા વેઠી પરિવાર માટે ભોજન બનાવતી નારી શક્તિને ઘેર ઘેર ગેસની સુવિધા આપી દાયકાઓ જૂની પીડામાંથી મુક્તિ અપાવી હતી. દેશભરમાં ગરીબોને આવાસની યોજનાઓ થકી ઘરનું ઘર આપી તેમના સ્વપ્ન સાકાર કર્યા હતા. સરકારની અનેકવિધ યોજનાઓ દ્વારા દેશના નાગરિકોના સર્વાંગિણ વિકાસ માટે અવિરત કાર્ય કરી રહેલા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે ઉપસ્થિત સૌ નારી શક્તિને આગામી ચૂંટણી પૂર્વે 370 કલાકનું યોગદાન આપવા અપીલ કરું છું.

બેઠકમાં ઉપસ્થિત સુરતના પ્રભારી શીતલબેન સોની, લોકસભાના વિસ્તારક  એનલભાઈ પટેલ એ ઉપસ્થિત નારી શક્તિને આગામી ચૂંટણીમાં એનડીએ 400 બેઠક અંકે કરે તે માટે સૌને કટિબદ્ધ બનાવ હાકલ કરી હતી.

આ બેઠકમાં શહેર મહિલા મોરચાના પ્રમુખ  શીલાબેન તારપરા , પૂર્વ મેયર  અસ્મિતાબેન શિરોયા, પૂર્વ મેયર  હેમાલીબેન બોઘાવાલા, સીતાબેન નાયક તેમજ સુરત લોકસભમાં સમાવિષ્ટ વિવિધ વોર્ડના પ્રભારીઓ, પ્રમુખ-મંત્રીઓ, નગરસેવકો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button