બિઝનેસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : અદાણી ફાઉન્ડેશને 2024 મહિલાઓને સક્ષમ બનાવવા બીડું ઝડપ્યું! 

1001 મહિલાઓને મળી રોજગારીની તકો 

અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને ઉત્સાહપૂર્વક આગળ ધપાવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહિલા દિવસ-2024ની થીમ “મહિલાઓમાં રોકાણ, પ્રગતિને વેગ” ને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા. 2024માં ભારતવર્ષની 2024 મહિલાઓને રોજગાર સક્ષમ બનાવવા એનરોલ કરવામાં આવી છે. એટલું જ નહીં, 1001 મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડતા નિમણૂંક પત્રો પણ આપવામાં આવ્યા છે.

આર્થિક સ્વાતંત્ર્ય તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સમગ્ર દેશમાંથી 1001 મહિલાઓને આજીવિકાની તકો આપવામાં આવી છે. સરેરાશ રૂ. 15,000/- વેતન સાથે ગુજરાત, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં મહિલાઓ તેમની કારકિર્દી શરૂ કરશે. તેઓ રિટેલ, એપેરલ્સ, હેલ્થકેર, હોસ્પિટાલિટી અને આઈટી જેવા ક્ષેત્રોમાં સક્ષમ યોગદાન આપશે. 1001 પ્રતિભાઓ વર્ષે કુલ રૂ.18 કરોડથી વધુ કમાણી કરી આર્થિક સશક્ત બની અનેક લોકો માટે પ્રેરણારૂપ બનશે. 

અદાણી ફાઉન્ડેશનના પ્રવક્તા જણાવે છે કે, મહિલા સશક્તિકરણની દિશામાં અમારી પ્રતિબદ્ધતા પર અમને ગર્વ છે. આ પહેલ મહિલાઓને માત્ર રોજગાર સક્ષમ જ નહીં પરંતુ ઉજ્જવળ ભાવિ માટે આવશ્યક કૌશલ્યો થકી તેમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પણ સશક્ત અને સફળ પણ બનાવશે. 

અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર સમગ્ર દેશમાં સમુદાયોને સશક્ત બનાવવા ઉચ્ચ ગુણવત્તાની વ્યાવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પ્રદાન કરે છે. અત્યાધુનિક સવલતો અને ઉદ્યોગ-સંરેખિત અભ્યાસક્રમો સાથે તેનો ઉદ્દેશ્ય શિક્ષણ અને રોજગાર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. જે સહભાગીઓને સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. અત્યાર સુધીમાં ASDC 50% થી વધુ મહિલાઓની ભાગીદારી સાથે 1.40L કરતાં વધુ યુવાનોને તાલીમ આપી છે અને 2016 થી ટકાઉ આજીવિકાની તકો સાથે 68% થી વધુને લાભ પહોંચાડ્યો છે. ASDC હાઇબ્રિડ મોડેલ અપનાવી સમગ્ર દેશમાં 70 થી વધુ ઉદ્યોગ સંરેખિત અભ્યાસક્રમોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ASDC વિવિધ અભ્યાસક્રમોમાં સિમ્યુલેશન આધારિત પ્રેક્ટિસની સૌથી મોટી લાઇબ્રેરી અને મેટાવર્સમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પ્રદાન કરે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button