નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવી
સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સિસ બહેનોને બિરદાવી સન્માન કરાયું
સુરત: નર્સિંગ એસોસિએશન દ્વારા ૧૨મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે ૨૦૨૪ની થીમ ‘OUR NURSES, OUR FUTURE, THE ECONOMIC POWER OF CARE’ એટલે કે, નર્સિંસ, આપણું ભવિષ્ય, સાર-સંભાળની આર્થિક શક્તિ વિષય ઉપર નર્સિંગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.
નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે એટલે ઈન્ટરનેશનલ નર્સ ડે. જેનો સબંધ ૨૦૦ વર્ષ પૂર્વે ૧૨ મે,૧૮૨૦માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે સંકળાયેલો છે. જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે.
આ અવસરે અંગદાન મહાદાનના પ્લે કાર્ડ સાથે સિવિલની નર્સિંગ સ્ટાફગણે કેક કાપી ફુગ્ગાઓ ઉડાડી શાંતિ સંદેશ આપ્યો હતો. નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી નર્સ બહેનોને સન્માનિત કરવામાં આવી હતી.
દયાની દેવી ગણાતી નર્સિંગ બહેનોમાં વાણી, વ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે એમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું.
‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ દર વર્ષે ૧૨ મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. ઈ.સ. ૧૮૨૦માં ક્લોરેન્સ નાઇટિંગલના જન્મની યાદમાં ઉજવણી થાય છે. જેને આધુનિક નર્સિગના પાયા તરીકે લેડી વિથ ધ લેમ્પ’ તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હદય છે અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિગ સ્ટાફ સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. પ્રિતીબેનકાપડિયા, આર.એમ.ઓ.ડો. કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી ચીમનતીની ગાવડે, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઇ પંડ્યા, નિલેશ લાઠીયા, ડો.લક્ષ્મણ ટહેલાણી, ડો.ભરત પટેલ, ડો.અમિત ગામિત, તારિકાબેન ટંડેલ અને ગીતા ટેલર તેમજ હેડનર્સ, સ્ટાફનર્સ સહિત સ્થાનિક નર્સિંગ એસો. ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.