ઈન્ટેરિયોનો નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ગુજરાતના સંસ્થાકીય ક્ષેત્રે માર્કેટ હિસ્સો વધારી 20% કરવાનો લક્ષ્યાંક

સુરત: ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ્સ પૈકી એક ગોદરજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપની ઈન્ટેરિયોએ સુરતમાં તેની સંસ્થાકીય, હેલ્થકેર, અને એજ્યુકેશન ફર્નિચર ફૂટપ્રિન્ટમાં વધારો કર્યો છે. તે શહેરમાં ઉભરી રહેલા કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરની જરૂરિયાતો પૂરી કરશે. સુરત ઝડપથી એક મહત્વપૂર્ણ રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે, જેમાં ફક્ત 2024માં જ આશરેરૂ. 1,850 કરોડ (USD 220 મિલિયન) મૂલ્યના કોમર્શિયલ રિયલ એસ્ટેટ રોકાણો નોંધાયા છે, ઇન્ટેરિયો નો ઉદ્દેશ કાર્યસ્થળ પર સુખાકારી, ફ્લેક્સિબલ સ્પેસ અને એર્ગોનોમિકલી ડિઝાઇનથી સજ્જ ફર્નિચરના ઉભરતા વલણોનો લાભ પ્રદાન કરવાનો છે. કંપનીનો હેતુ ગતિશીલ અને હાઇબ્રિડ કાર્યસ્થળોની વધતી માંગને પહોંચી વળવા માટે સોશિયલ ઓફિસ ફર્નિચર પર ધ્યાન કેન્દ્રિત કરવાનોછે જે કાર્યસ્થળે આધુનિક માહોલ વધારે છે.
પશ્ચિમ બજારના મહત્ત્વ અંગે જણાવતાં ઈન્ટેરિયોના બી2બી બિઝનેસ હેડ અને સિનિયર વાઈસ પ્રેસિડન્ટ સમીર જોષીએ કહ્યું હતું કે,“સુરત એક એવું શહેર છે જે સતત વિકસી રહ્યું છે. કાપડ અને હીરા માટે ‘ધ સિલ્ક સિટી’ અને ‘ડાયમંડ સિટી’ તરીકેના તેના વારસાથી અધિક સુરત હવે આઈટી અને ફિનટેક જેવા નવા ક્ષેત્રોને અપનાવી રહ્યું છે.અમે આગામી ત્રણ વર્ષમાં ગુજરાત અને સુરતમાં અમારો બજાર હિસ્સો 20% સુધી વધારવાની યોજના ધરાવીએ છીએ.”
ઇન્ટરિયોના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મજબૂત આકર્ષણ જોવા મળ્યું છે,ખાસ કરીને એર્ગોનોમિક ખુરશીઓ, વેલનેસ પ્રોડક્ટ્સ, સોફ્ટ સીટિંગ સોલ્યુશન્સ અને ડિજિટલ લોકર્સમાં. આ ટેક-ઇન્ટિગ્રેટેડ પ્રોડક્ટ્સ ઇન્ટિરિયર્સ માં લવચીકતા પ્રદાન કરે છે, જે બિઝનેસ ને કાર્યસ્થળની બદલાતી ડિઝાઈનને અપનાવવા મંજૂરી આપે છે. વધી રહેલા કો-વર્કિંગ અને સ્મોલ ઓફિસ સેક્ટર માટે ઈન્ટેરિયોએ તેનું સોશિયલ ઓફિસ 2.0 કલેક્શન લોન્ચ કર્યું છે.શિક્ષણ ક્ષેત્રમાં, ઇન્ટેરિયોએ ઈનોવેટિવ K12 સીરિઝ રજૂ કરી છે, જ્યારે સુરત અને ગુજરાતના બજારો માટે હેલિક્સ રેન્જ સહિત વિશિષ્ટ હોસ્પિટલ બેડ સાથે તેના હેલ્થકેર સેગમેન્ટને વધુ મજબૂત બનાવી રહી છે.