મનપા દ્વારા કલમ 73 D હેઠળ થતી આડેધડ ચુકવણી માં ભ્રષ્ટાચાર ની ગંધ : ‘આપ’ સભ્ય સેજલબેન માલવિયા
સુરતઃ આમ આદમી પાર્ટી નાં કોર્પોરેટર અને જાહેર બાંધકામ સમિતિ સભ્ય સેજલબેન માલવિયા એ આજે એક વિડિઓ નાં માધ્યમ થી જણાવ્યું હતું કે, ગઈકાલે જાહેર બાંધકામ સમિતિ ની માસિક સભા મળી હતી, જેમાં પાલિકા માં નિયમ 73 D હેઠળ કરવામાં આવતી ચુકવણી માં ભારે ભ્રષ્ટાચાર આચારવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું છે. સામાન્ય રીતે, અક્ષમ પરિસ્થિતિ માં જ એનો ઉપયોગ થવો જોઈએ પણ અત્યારે કોઈ પણ આપત્તી કે અસહ્ય પરિસ્થિતિ નથી કે એનો ઉપયોગ કરી શકાય.
નિયમ મુજબ ₹. 1000 થી 5000 સુધી નાં ચૂકવણા કરી શકાય છે પણ જાહેર બાંધકામ સમિતિ માં પ્રત્યેક મહિને કરોડો ણા બીલો પાસ કરાવવા માટે આવે છે. અમુક અમુક બીલો તો 2-3 વર્ષ જુના આવે છે. માનનીય કમિશ્નર શ્રી ને પણ આ બાબતે રજૂઆત કરી છે, અને સમિતિ માં પણ વારંવાર આનો વિરોધ કર્યો છે પણ ભ્રષ્ટાચાર માં ખદબદતા શાસકો ને જાણે માફક આવી ગયું છે તેમ પ્રજા ના પૈસા નું વેડફાટ કરતા નજરે પડે છે.
સેજલબેન માલવિયા એ વધુમાં જણાવ્યું કે, આ બાબતે પ્રશ્ન પૂછવા જતા કોઈ અધિકારી કે શાસક સભ્યો પાસે આનો ઉત્તર હોતો નથી. સેજલબેન માલવિયા એ આ બાબતે ભ્રષ્ટાચાર થયાની શક્યતા ની ગંધ આવતા તપાસ કરાવવાની પણ માંગણી કરી હતી.