બિઝનેસસુરત

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અને ગોપીચંદ હિંદુજા દ્વારા સંકલિત પુસ્તક “I Am?”નું વિમોચન કર્યું

સુરત: રાજકીય અને બિઝનેસ ક્ષેત્રના અગ્રણીઓ તથા રાજદ્વારી સમુદાયના સભ્યોના પ્રતિષ્ઠિત સમૂહની હાજરી સાથે વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ ખાતે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં ભારતના  ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે હિંદુજા ગ્રુપના ચેરમેન અને જાણીતા અગ્રણી ઉદ્યોગપતિ  ગોપીચંદ પી. હિંદુજા દ્વારા સંકલિત કરાયેલા પુસ્તક “I Am?”નું આજે વિમોચન કર્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે જણાવ્યું હતું કે “ ગોપીચંદ પી. હિંદુજા દ્વારા સંકલન કરાયેલા વિચારશીલ અને વિચારપ્રેરક પુસ્તક “I Am?”નું વિમોચન ખરેખર એક ખૂબ જ અનન્ય ક્ષણ છે. સૌથી જૂની નાગરિક સભ્યતાઓ પૈકીની એક અને વૈશ્વિક આધ્યાત્મક કેન્દ્ર, સનાતનની ભૂમિક એવા ભારતમાં પુસ્તક વિમોચન થઈ રહ્યું છે તે ગહન મહત્વ ધરાવે છે. આ પુસ્તક ભારતીયતાનું સાર્વત્રિક મહત્વ રજૂ કરે છે, એક એવો સદગુણ જે તમામ ધર્મોમાં જોવા મળી શકે છે.

હું મારી ટિપ્પણીનું સમર્થન કરતા જણાવવા માંગું છું કે યુનાઇટેડ કિંગડમના કિંગ્સ ચાર્લ્સ ત્રીજા આ ગ્રંથો માટે માન્યતા ધરાવતા હતા. શ્રદ્ધા અને સહિષ્ણુતા બાબતોના પ્રધાન શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને તેનું ગૌરવ વધાર્યું છે.”

હિંદુજા ગ્રુપ ઓફ કંપનીઝ (ઈન્ડિયા)ના ચેરમેન  અશોક પી. હિંદુજાએ પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે પોતાની “સનાતન પરંપરાઓ જાળવી રાખીને વિવિધ પ્રદેશોમાં અલગ અલગ સંસ્કૃતિઓને અપનાવવી એ અમારા પરિવાર માટે જીવનનો હંમેશા એક માર્ગ રહ્યો છે. અમારા વ્યવસાયો ફૂલ્યાફાલ્યા છે કારણ કે બહુસાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપવું એ અમારા માટે વિશ્વાસનો વિષય રહ્યો છે. જીપીને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે જો ધર્મ એ વ્યક્તિની આધ્યાત્મિકતાની શોધ માટેની સીડી છે જે આપણને એક કરે છે તે અલગ કેવી રીતે કરી શકે?”

પરમાર્થ નિકેતન ટ્રસ્ટના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે “ગોપીચંદ પી. હિંદુજાનું આ પુસ્તક સમાવેશકતા અંગે વાત કરે છે. તે ‘હું’થી ‘અમે’ સુધીની સફર વિશે છે કારણ કે ત્યારે જ માનવતા બીમારીથી સુખાકારી તરફ આગળ વધી શકે છે. આ સમારંભમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  અજીત દોવાલ, જાણીતા ન્યાયવિદ અને રાજ્યસભાના સાંસદ  અભિષક મનુ સિંઘવી, બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરોન, એચડીએફસી કેપિટલના એમડી અને સીઈઓ વિપુલ રૂંગટા, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન તથા લોકસભા સાંસદ નવીન જિંદાલ સહિતના જાણીતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button