ભારતની 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્ર તરફની યાત્રાથી લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સમાં રોકાણની તક
સુરત: ભારત 2027 સુધીમાં અંદાજિત 5 ટ્રિલિયન ડૉલરના જીડીપી તરફ આગળ વધતું હોવાથી લાર્જ, મિડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં રોકાણની નોંધપાત્ર તકો ઉભરી રહી છે.આ સંભાવનાના પરિણામ સ્વરૂપે ગ્રો મ્યુચ્યુઅલ ફંડે (Groww Mutual Fund)તાજેતરમાં સુરતમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ગ્રો મ્યુચ્યુઅલ ફંડ ટીમે ગ્રો મલ્ટિકેપ ફંડની ખાસિયતો રજૂ કરી હતી, જેમાં તમામ માર્કેટ કેપ્સમાં (લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ) રોકાણકારોના નાણાંનું રોકાણ કરવામાં આવે છે. ગ્રો મલ્ટિકેપ ફંડનો એનએફઓ 26 નવેમ્બર, 2024ના રોજ ખુલશે અને તે 10 ડિસેમ્બર, 2024 સુધી ઉપલબ્ધ રહેશે.
ગ્રો મ્યુચ્યુઅલ ફંડના હેડ ઓફ સેલ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન, મનીષ રંજનેભારતની વૃદ્ધિની તકોનો લાભ ગ્રો મલ્ટિકેપ ફંડ જેવી પ્રોડક્ટ કેવી રીતે અપાવી શકે છે તે રોકાણકારોને સમજાવવામાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ મહત્ત્વનો ભાગ ભજવે છે એ વાત પર ભાર મુક્યો હતો. ભારતમાં રૂ. 68 લાખ કરોડના મ્યુચ્યુઅલ ફંડના એસેટ બેઝમાં 0.75 ટકા હિસ્સા સાથે દેશમાં સુરતનો ક્રમ 11મો છે. આ ઉભરતી તકો વિશે રોકાણકારોને માર્ગદર્શન આપવામાં વિતરકોની ભૂમિકામહત્ત્વની હોવાનું દર્શાવે છે.
આ પ્રસંગે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સને તેમના ગ્રાહકોને વધુ સારી રીતે માર્ગદર્શન આપવા માટે સક્ષમ બનાવવા ભારતના બદલાતા આર્થિક પરિદ્રષ્યનો લાભ કેવી રીતે મલ્ટી-કેપમાં લઈ શકાય તેની સમજ પૂરી પાડી હતી. સત્ર દરમિયાનગ્રો મ્યુચ્યુઅલ ફંડ ટીમે ભારતના આર્થિક પરિદ્રષ્યને આકાર આપતી વૃદ્ધિની મુખ્ય તકો વિશે જાણકારી આપી હતી.
પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજના અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોના જોરે નિકાસની વૃદ્ધિવૈશ્વિક મંચ પર ભારતને એક સ્પર્ધાત્મક બનાવી રહ્યું છે. બીજું પરિબળ માળખાગત ક્ષેત્રોનો વિકાસ છે. 2025 સુધીમાં ₹111 લાખ કરોડની નેશનલ ઇન્ફ્રાસ્ટ્ક્ચર પાઇપલાઇન (એનઆઇપી)થીસમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઉત્પાદકતા વધારવાનો લક્ષ્ય છે. વધુમાં, રિયલ એસ્ટેટ, ઓટોમોટિવ અને જ્વેલરી જેવા ક્ષેત્રોમાં 3પ્રિમિયમ પેદાશોની વધતી માંગ મોંઘા ભાગની ચીજવસ્તુઓના વપરાશ તરફ ભારતનું પરિવર્તન દર્શાવે છે.
ભારતની વૈવિધ્યસભર વૃદ્ધિની તકોનો લાભ લેવા મલ્ટિ-કેપ અભિગમ લાર્જ, મિડિયમ અને સ્મોલ-કેપ કંપનીઓ રોકાણ કરે છે, જે વ્યાપક વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. ગ્રો મલ્ટિકેપ ફંડ રોકાણકારોને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ માટે વાજબી ભાવવાળા ઉચ્ચ-ગુણવત્તાવાળા શેરોમાં રોકાણ કરીને તમામ ક્ષેત્રોમાં તકોનો લાભ મેળવવામાં મદદ કરશે.