સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત યુએસએ ખાતે આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ દરમ્યાન ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.
યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં તા. ર૭, ર૮ અને ર૯ એપ્રિલ ર૦ર૩ દરમિયાન એસએલપીએસ ઇવેન્ટ સેન્ટર, ડલાસ, ખાતે ત્રિદિવસીય એકઝીબીશન યોજાશે. જ્યારે યુએસએમાં તા. ૪, પ અને ૬ મે ર૦ર૩ દરમ્યાન ગેસ સાઉથ કન્વેન્શન સેન્ટર હોલ ડી, અટલાન્ટા ખાતે પણ ત્રણ દિવસ માટે ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ યોજાશે. આ એકઝીબીશનના આયોજન માટે અમેરિકાના સૌથી વિશાળ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસીએશન (બબજફબ)નો સહયોગ પ્રાપ્ત થયો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્યપણે અમેરિકામાં ફર્નિચર એકઝીબીશનો થતા હોય છે, પરંતુ ભારતથી પ્રથમ વખત એકસકલુઝીવ ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો થવા જઇ રહયો છે. યુએસએ ખાતે બે જુદા–જુદા શહેરોમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ યોજાશે. જેમાં ભારતભરમાંથી ૧૦૦ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયાં છે. સુરત ઉપરાંત મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરથી એકઝીબીટર્સ આ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરી પોતાની પ્રોડકટ્સનું પ્રદર્શન કરશે. આ એકઝીબીશન બીટુબી ધોરણે યોજાશે.
યુએસએ ખાતે આ એકઝીબીશનના આયોજનમાં આહોઆ સહભાગી બન્યું છે, જે ચેમ્બર ઓફ કોમર્સ માટે સૌથી મોટું જમા પાસું છે. કારણ કે, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસીએશન (બબજફબ) માં ૩૪ હજારથી વધુ ડાયરેકટ સભ્યો છે. આ બધા સભ્યો અમેરિકામાં ર૦ હજારથી પણ વધુ હોટેલના માલિકો છે. જેને કારણે અમેરિકાની વિશાળ ચેઇન હોટલો જેવી કે હિલ્ટન, હયાત, મેરીયોટ, આઇએચજી, ડેઝ ઇન અને વિન્ધમના વેન્ડર્સ પણ એકઝીબીશનની મુલાકાત લેશે. સાથે જ અમેરિકામાં વિવિધ એરિયામાંથી આહોઆ એસોસીએશનોના સભ્યો પણ એકઝીબીશનની મુલાકાત લેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં હોટેલ્સ માટે જેટલી પણ પ્રોડકટની જરૂરિયાત ઉભી થાય છે એ તમામ હોટેલના માલિકો દ્વારા આયાત કરવામાં આવે છે. આથી આ એકઝીબીશનમાં ભાગ લઇ રહેલા વિવિધ પ્રોડકટ્સના મેન્યુફેકચરર્સ સ્થાનિક હોટેલ માલિકો, વેન્ડર્સ તથા અન્ય બાયર્સના સીધા સંપર્કમાં આવશે. અમેરિકાના વિવિધ બાયર્સના સંપર્કમાં આવવાથી તેઓને સીધો બિઝનેસ મળી રહેશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં હોટલ બનાવનારા આર્કિટેકટ, ઇન્ટીરિયર્સ, ફર્નિચર, હોમ ટેક્ષ્ટાઇલ્સના આયાતકારો તથા મોટી સંખ્યામાં અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ પણ એકઝીબીશનની વિઝીટ કરશે.
‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે વોલમાર્ટ, કોસ્ટકો, હોમ ડીપો, મેનાર્ડસ, આઇકીયા જેવી મેગા સ્ટોર કંપનીઓના પરચેઝ એજન્ટ્સ જે ફર્નિચર, હોમ ટેક્ષ્ટાઇલ્સ એન્ડ બિલ્ડીંગ મટિરિયલ્સની ખરીદી માટે વિઝીટ કરશે. આ એકઝીબીશનમાં મુખ્યત્વે ફર્નિચર મેન્યુફેકચરર્સ જેવા કે હોટેલ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, મોડયુલર કીચન, ડોમેસ્ટીક અને કોમર્શિયલ મળીને તમામ પ્રકારના ફર્નિચર બનાવનારા ભાગ લઇ રહયાં છે.
‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ના કો–ચેરમેન હર્ષલ ભગતે જણાવ્યું હતું કે હોમ ટેક્ષ્ટાઇલ્સમાં બેડીંગ એન્ડ કર્ટેન્સ, સ્લીપીંગ બેગ્સ, હોમ ફર્નિશીંગ ફેબ્રિકસ, બેડસ્પ્રીડ્સ, બ્લેન્કેટ્સ, પીલો એન્ડ પીલો કવર્સ, કયુશન એન્ડ કયુશન કવર્સ, કાર્પેટ્સ એન્ડ રગ્સ, સોફા બનાવવા ઉપયોગમાં લેવાતું ફેબ્રિકસ એન્ડ કવર્સ, ટોવેલ અને મેટ્રેસ મેન્યુફેકચરર્સ દ્વારા તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે.
આ ઉપરાંત બાથરૂમ ફિટીંગ્સમાં મુખ્યત્વે સિરામિક ટાઇલ, વોલ અને ફલોર તથા વુડન ફલોરીંગ, વોલપેપર, પ્લાયવુડ મેન્યુફેકચરર્સ પાર્ટીસિપેટ કરીરહયાં છે. લાઇટીંગ સોલ્યુશન્સમાં હોમ આર્ટ લાઇટ, ગ્લેમટયુબ્સ, સ્માર્ટ લાઇટીંગ, એલઇડી રિસેસ પેનલ્સ, એલઇડી સ્પોટલાઇટ, એલઇડી કોબ, ડાઉન લાઇટર, સ્પોટ લાઇટ્સ, પેનલ લાઇટ્સ અને એલઇડી લેમ્પ્સ બનાવનારા પણ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરશે.
જ્યારે લોન્ડ્રી એન્ડ કલીનિંગ ઇકવીપમેન્ટ્સમાં વોશર્સ, ડ્રાયર્સ, કિલનિંગ કેમિકલ્સ, પ્રેસેસ એન્ડ સ્ટીમર્સ, સોર્ટીંગ બિન્સ, હેન્ગર્સ, ગારમેન્ટ કવરીંગ એન્ડ રેકસ વિગેરે બનાવનારા ભાગ લઇ રહયાં છે. આર્ટ એન્ડ ક્રાફટમાં ટેક્ષ્ટાઇલ, ડેકોરેટીવ, પેપર, ફંકશનલ એન્ડ ફેશન ક્રાફટ્સ તથા પેઇન્ટીંગ્સ, શો પીસ, કટલરી એન્ડ ક્રોકરી બનાવનારા ભાગ લેશે અને તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરશે.
હાઉસ કીપિંગ પ્રોડકટ્સમાં ગ્લાસ કલીનર્સ, ફલોર કલીનર્સ, કારપેટ એન્ડ રગ કલીનર્સ, ડસ્ટીંગ પ્રોડકટ્સ અને ફર્નિચર કલીનર્સ એન્ડ પોલિશર્સ પણ પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરશે. તદુપરાંત એકઝીબીશનમાં હોસ્પિટાલિટી સપોર્ટ અને આઇટી સોલ્યુશન્સની વિવિધ કંપનીઓ પણ ભાગ લેશે.