સુરતઃ સતત પ્રગતિના પંથે આગળ વધી રહેલી ધી સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લિ.ની મહુવા તાલુકાના અનાવલ શાખાના નવા મકાનનું ઉદ્દઘાટન વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ તથા સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
અનાવલ શાખા કોસ, ગાંગડીયા, લસણપોર, તર્કની, દાઉતપોર, અનાવલ, હલદવા, આંગલધરા, કુમકોતર અને વહેવલ ગામોની સહકારી મંડળીઓ તથા ઉમરા અને વહેવલ સહિતના ૧૪ જેટલા ગામોના ૩૦ હજાર ગ્રાહકોને અવિરત બેન્કિંગ સેવાઓ આપી રહી છે. હાલમાં આ શાખા રૂ. ૮૬ કરોડની ડિપોઝીટ ધરાવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિની પટેલ, ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, સુરત-તાપી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ.ના પ્રમુખ માનસિંહભાઈ પટેલ, ડિસ્ટ્રીક કો.ઓપ.બેકના ચેરમેનશ્રી બળવંતભાઈ પટેલ તથા બેંકના અધિકારીઓ, બેંકના ખાતેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.