નિકેતન તેમજ મહાદેવ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે જીવનજ્યોત નિકેતન કાર્યક્રમનું ઉદ્ઘાટન
વરાછા કમલ૫ાર્ક સોસાયટી સ્થિત ‘અર્ચના વિદ્યા નિકેતન’ શાળામાં “જીવનજ્યોત નિકેતન ” કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમનું ઉદ્ઘાટન ‘લક્ષ્મણ ભીમરાવ બિરહાડે’ જે ભારતીય વ્હિલચેર ક્રિકેટર અને ગુજરાત વ્હિલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન છે તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
રોશનીના પ્રતીક સમાન દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે .આ તહેવારમાં આપણા ઘરોમાં દીવડા પ્રગટાવીને આપણા જીવનમાં નવા તેજ પૂરવામાં આવે છે દરેક લોકો ઘરમાં દિવાળીના દિવસોમાં માટીના દીવડામાં દીવા પ્રગટાવે છે. ‘જીવનજ્યોત નિકેતન’ કાર્યક્રમમાં જે “ મહાદેવ ટ્રસ્ટ” સંચાલિત મંદબુદ્ધિ બાળકોએ બનાવેલા દીવડાઓ શાળામાં લાવીને એ આશ્રમના બાળકોને પરોક્ષ રીતે મદદ કરી શકાય એવા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. શાળાનાં બાળકો અને વાલીઓ એમના બનાવેલા દીવડા ખરીદી આશ્રમના બાળકોને પ્રરોક્ષ રીતે મદદ કરશે. આ કાર્યક્રમ 20 ઓક્ટોબર સુધી ચાલશે.
જીવનજ્યોત નિકેતન’ કાર્યક્રમના ઉદ્ઘાટક લક્ષ્મણ ભીમરાવ બીરહાડે નું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પરવડા અને શાળાના આચાર્ય રજીતાબેન તુમ્મા એ આ કાર્યક્રમના આયોજક નિમિષાબેન મિસ્ત્રી અને રીટાબેન રાઠોડ તેમજ વિદ્યાર્થીઓને આ ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.