એજ્યુકેશન

સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ની ઉપસ્થિતિમાં પ્રાયમરી વિભાગના વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

સુરતની સુપ્રસિધ્ધ સેટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં તા 18-ફેબ્રુઆરીના રોજ શાળાનાં પ્રાયમરી વિભાગમાં વાર્ષિકોત્સવ અને શીલ્ડ વિતરણની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી ચીફગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલ શ્રી અનુપમ ગેહલોત (IPS-Commissioner of Police – सुरत शडेर) તથા તેમની ટીમ આવેલ. પોલીસ કમિશનરે સ્કૂલ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ની પ્રશંસા કરી હતી અને છાત્રોના પ્રતિભા ઉજાગર કરવા માટે એવા કાર્યક્રમ જરૂરી હોવાની વાત કરી હતી.

જેમા ધો-૨ થી ધો-૪ ના ભૂલકાઓએ શિવ સ્તુતિ દ્વારા વેલકમ ડાન્સ રજુ કર્યો. ત્યારબાદ સિંઘમ, આલા રે આલા સિમ્બા આલા, Echoes of Bollywood પર ફેશન શો, પુષ્પા ડાન્સ, એક રાજાની સો સો રાણી ઝમકૂડી રે ઝમકૂડી, પ્યાર હુઆ ઈકરાર હુઆ, ડાન્સ કાર્નિવલ – જેમાં મારિયા મારિયા, હે જવાની, ગેસોલિના ડાન્સ ફયુઝન હતા. મેડમજી દેશી, બાજેરે શહેનાઈ, જમાલ જમાલ કુડુ ગીતોએ દર્શકોનાં દિલ જીતી લિધા.

શાળાનાં ટ્રસ્ટી બી.વી.એસ. રાવ સર તેમજ કો-ફાઉન્ડર સુશીલા મેડમ તથા શાળાના આચાર્યા  ધન્યા પ્રિન્સ તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર, પ્રિ-પાયમરી ઈન્ચાર્જ શ્રીમતી દિલનાઝ જુનવાનવાલા, પ્રાયમરી ઇન્ચાર્જ શ્રી વિકાસ ભેડા અને સાઇન્સ ઇન્ચાર્જ શેફાલીબેન દવે તેમજ શાળાનાં અન્ય શિક્ષકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તમામનું સ્વાગત બેન્ડનાં તાલે તથા શાળાનાં વિદ્યાર્થીઓ દ્રારા પુષ્પવર્ષાથી કરવામાં આવ્યું હતું.

ધો-૫ થી ધો-૭ ના વિદ્યાર્થીઓએ માલદીવ્સ મેશઅપ, ગો ગો ગોલમાલ, મુસ્કાન જુઠી હે – હોરર શો, આપકા કયા હોગા જનાબેઆલી ગીતો રજુ કર્યા. તે ઉપરાંત રંગીલો ગુજરાત, મોર બની ચંગાટ કરે, વાગ્યો રે ઢોલ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, શ્રી આદિત્ય ગઢવીની કૃતિ “મહા હેતવાળી માં” ગીતે દર્શકોને ભાવવિભોર કરી દીધા. India V/S Australia world cup त्या तेने Tribute આપવા world cup થીમ પર ગીત રજુ કર્યું.

મોબાઇલના ગેરફાયદા રજુ કરતુ ગીતનો પણ સમાવેશ થયો હતો. તેમજ શાળામાં વિસ્મરણીય સ્મૃતિનો આનંદ રજુ કરતી “સમય ખુબ કિંમતી છે” તેવી બોધ રજુ કરતી નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી, કરાટે અને યોગા શો પણ રજુ કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button