બિઝનેસ

આગામી છ મહિનામાં અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓમાં રૂ. ૧૩૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના

સીટેક્ષ એકઝીબીશન’માં એકઝીબીટર્સને સ્થળ પર જ મળ્યો રૂ. રપ૦ કરોડની મશીનરીઓનો ઓર્ડર

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’ એકઝીબીશનનું આજે સમાપન થયું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, રવિવાર, તા. ૯ જાન્યુઆરી, ર૦રરના રોજ જિલ્લા કલેકટર આયુષ ઓક તથા સોમવાર, તા. ૧૦ જાન્યુઆરી, ર૦રરના રોજ સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બંને અધિકારીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે આખું પ્રદર્શન નિહાળ્યું હતું.

એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવેલી ભારતીય તથા યુરોપિયન મશીનરીઓ ઉપર યાર્ન તથા ફેબ્રિક કેવી રીતે બને છે? તેની આખી પ્રોસેસ તેઓએ ખૂબ જ રસ લઇને જાણી હતી. સાથે જ કલેકટર આયુષ ઓકે સુરતનું સદીઓ જૂનું ટેકસટાઇલ એટલે કે પ્યોર જરી કેવી રીતે બને છે? તેની આખી પ્રોસેસ વિશે કુતુહલતાથી વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે કુટીર ઉદ્યોગ જરીના એકમોની પણ મુલાકાત લેવા માટે રસ દાખવ્યો હતો.

ચેમ્બર દ્વારા આયોજિત સીટેક્ષ એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ, યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ, ભારતમાં માત્ર સુરત ખાતે જ ટેકસટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઓ માટેનું વિશાળ એકઝીબીશન યોજાયું હોવાથી દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આથી ત્રણ દિવસ દરમ્યાન એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા રપ૦ કરોડથી વધુની ટેકસટાઇલ મશીનરીઓના ઓર્ડર મળ્યા હતા.

તદુપરાંત મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી ચાર – છ મહિનામાં જ ટેકસટાઇલ મશીનરીઓમાં રૂપિયા ૧૩૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, ચેમ્બર દ્વારા કોવિડ– ૧૯ ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. માસ્ક તથા હેન્ડ સેનીટાઇઝરની વ્યવસ્થા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું. કોવિડ વેકસીનના બે ડોઝ લેનારા બીટુબી બાયર્સને જ એકઝીબીશન સેન્ટરની ૧/૩ કેપેસિટી મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button