બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશનના શિરમોર યોગદાન સાથે લંડનમાં

ઉર્જા ક્રાંતિ: અદાણી ગ્રીન એનર્જી ગેલેરી આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા વૈશ્વિક સ્તરે આવશ્યક એવા ઝડપી ઉર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનની છાનબિન કરે છે.

લંડન, ૨૬ માર્ચ ૨૦૨૪: ચાલુ દાયકામાં વિશ્વભરમાં ઉર્જા ક્ષેત્રે થયેલી ક્રાંતિના મંડાણમાં ખાસ કરીને આબોહવા ૫રીવર્તનની ખતરનાક અસરોને ઘટાડવાની દીશામાં મહત્વનો દિશા નિર્દેશ કરી શકવામાં સહાયરુપ નિવડે તેવી  ધ અદાણી ગ્રીન એનર્જી સાયન્સ મ્યુઝિયમ ગેલેરી લંડનમાં આજે ખુલ્લી મુકવામાં આવી છે. ઉર્જાની ક્રાંતિના કમાડને ખોલતી આ એક નવી મોટી ફ્રી ગેલેરી છે જે પડકારજનક આબોહવા પરિવર્તનની નકારાત્મક અસરોને  મર્યાદિત કરવા માટે વિશ્વ કેવી રીતે તત્કાળ ડીકાર્બોનાઇઝ કરવા માટે વધુ ટકાઉ ઊર્જા ઉત્પન્ન કરી શકે અને તેનો ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરવા સક્ષમ બનશે.

યુકે અને વિદેશમાંથી સમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓના આકર્ષક પ્રદર્શનો, ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્રદર્શનો અને ખાસ કમિશન્ડ કરવામાં આવેલા મોડલ્સ દ્વારા,આ ગેલેરી સમૃધ્ધ કરવામાં આવી છે. આ માનવીય કલ્પના અને નવીન અખતરાઓના દસ્તાવેજી સામગ્રી અને અદ્યતન ટેકનોલોજીના મિશ્રણ મારફત  ભૂત,વર્તમાન અને ભાવિ  દ્વારા આપણા ઉર્જા ભવિષ્યનું ઘડતર કેવી રીતે નક્કી કરવામાં  આવે છે અને આપણે સહુએ કેવી ભૂમિકા ભજવવી છે તેનું અન્વેષણ કરી દીશા સૂચન કરે છે.

ઉર્જા ક્રાંતિ અંતર્ગત  અદાણી ગ્રીન એનર્જી ગેલેરી કલ્પનાના લેન્સ થકી ત્રણ વિભાગોમાં આ સદીના નિર્ધારિત પડકારની તપાસ કરે છે. આપણા ગ્રહને સમજવા માટે કોમ્પ્યુટર-આધારિત જટિલ મોડલનો વૈજ્ઞાનિકો કેવી રીતે ઉપયોગ કરે છે અને આબોહવાની ભવિષ્યની શ્રેણી વિશે તેઓ શું ભાવિ ભાખે છે તેનું મુલાકાતીઓ ફ્યુચર પ્લેનેટમાં અન્વેષણ કરી શકે છે  ફ્યુચર એનર્જીમાં ટેક્નોલોજીઓ અને તેમની પાછળ મગજ દોડાવનાર લોકો ઉર્જાનો પુરવઠો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની પુનઃકલ્પના કરી રહ્યાં છે તે વિચાર ઐતિહાસિક કલાકૃતિઓ સાથે અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે જે અશ્મિભૂત ઇંધણથી દૂર સંક્રમણનો લાંબો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે  એક નવી દુનિયા તરફ મીટ માંડી બેસેલું આપણા ભવિષ્યનું સપનું અહીં કાલ્પનિક રીતે ખડું કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ કેવી રીતે તેની ભાવિ ઉર્જા જરૂરિયાતોને પૂરી કરશે તેના નિષ્ણાત પ્રતિભાવો સાથે બાળકોના સર્જનાત્મક વિચારો  પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ટેક્નોલોજીકલ પરિવર્તનને પ્રેરિત કરવાની પ્રકૃતિની શક્તિને દર્શાવતું એક મૂવિંગ સ્કલ્પચર ઓન્લી બ્રીધ ગેલેરીની  મધ્યમાં  છે, કેન્દ્રમાંથી બહારની તરફ પ્રસારિત થતી પ્લિન્થ છે જે અણુ, હાઇડ્રોજન અને સૌરથી પવન અને ટાઇડલ પાવર સુધીના સંક્રમણ માટે મહત્વપૂર્ણ એવી ઓછી કાર્બન નવીનીકરણીય ઉર્જા તકનીકો પ્રદર્શિત કરે છે, કેટલો મોટો ફેરફાર શક્ય છે તેની પ્રતીતી કરાવતી નોંધપાત્ર ઐતિહાસિક નવીનતાઓ અને પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવા કાર્બનને અનેક તકનીકો વડે જરૂરી લો-કાર્બન ઊર્જા સંક્રમણની વિગતો અહીં આવરી લેવામાં આવી  છે. આ વિભાગની વસ્તુઓમાં સ્કોટિશ રિન્યુએબલ એનર્જી કંપની ઓર્બિટલ મરીન પાવર દ્વારા બનાવેલ 7 મીટર લાંબી ભરતી ટર્બાઇન બ્લેડ અને 1897માં લંડનવાસીઓ દ્વારા સ્વાગત કરાયેલ પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્સી, બર્સી કેબનો સમાવેશ થાય છે.

વીજળીકરણ, ઉર્જા સંગ્રહ અને પુરવઠા તથા માંગના પડકારોનું પણ અન્વેષણ કરવામાં આવ્યું છે, મુલાકાતીઓના આકર્ષણ માટે  ગેમ્સ રમવા માટે અહીં આવકારવામાં આવે છે અને ઊર્જા કેવી રીતે ઉત્પન્ન અને વિતરણ કરી શકાય તે માટે મોડેલોના ઉપયોગ મારફત સમજ આપવામાં આવે છે  અહીં કાર્બનના ઓછા પરિવહન માટેના સંભવિત માર્ગો બતાવવામાં આવ્યા છે, તેમજ આપણી ઇમારતો અને બાંધકામ ઉદ્યોગોનું ડીકાર્બોનાઇઝેશન અને આબોહવા મોડેલિંગ વિશે શીખી શકે છે અને આબોહવા માપવા માટે વપરાતા સાધનો નિહાળી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button