બિઝનેસ

Gen Z ઈનોવેશન પ્રજ્જવલિત કરે છે: સેમસંગ ઈન્ડિયા દ્વારા રૂ. 1 કરોડથી વધુ ગ્રાન્ટ્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો 2025‘ સ્પર્ધા રજૂ

ગુરુગ્રામ, ભારત, 1 મે, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ પહેલની ચોથી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે, જે ટેકનોલોજીનો લાભ લઈને સમાજના અમુક સૌથી મોટો પડકારોને પહોંચી વળવા માટે નવીનતાસભર સમાધાન નિર્માણ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા તૈયાર કરાયેલી રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા છે.

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો 2025’ ટોચની ચાર વિજેતા ટીમોને તેમના પ્રોજેક્ટના ઈન્ક્યુબેશનમાં ટેકો આપવા સાથે હેન્ડ્સ-ઓન ફોટોટાઈપિંગ, રોકાણકાર જોડાણો અને સેમસંગના આગેવાનો અને આઈઆઈટી દિલ્હી ફેકલ્ટીની નિષ્ણાત મેન્ટરશિપ સાથે રૂ. 1 કરોડ પૂરા પાડશે.

આ સન્માન એવા સમાધાનના પોષવાનું મહત્ત્વ આલેખિત કરે છે, જે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ નીવડવા સાથે તેની પાર નીકળે અને આખરે ઉચ્ચ સ્તરનાં અને સક્ષમ સાહસોમાં ઉત્ક્રાંતિ પામે, જે ભારતમાં સમુદાયોને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

છ મહિનાનો પ્રોગ્રામ 14-22 વયવર્ષના વિદ્યાર્થીઓને વ્યક્તિગત અથવા સમૂહ તરીકે તેમના ટેક આઈડિયા સુપરત કરવા માટે આમંત્રિત કરે છે. આ વર્ષે સહભાગીઓને ચાર મુખ્ય થીમમાં સમાધાન નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશેઃ સુરક્ષિત, સ્માર્ટર અને સમાવેશ ભારત માટે AI, ભારતમાં આરોગ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય, શિક્ષણ અને બહેતર ભવિષ્ય માટે સ્પોર્ટસ અને ટેક થકી સામાજિક પરિવર્તન અને ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા.

“સોલ્વ ફોર ટુમોરો, સાથે અમે ભારતના દરેક ખૂણામાં યુવા ઈનોવેટર્સને મોટાં સપનાં જોવા, અસલ દુનિયાના પડકારોને ઝીલવા અને ટેકનોલોજી થકી સ્માર્ટર, વધુ સમાવેશક ભવિષ્યને આકાર આપવા માટે પ્રેરિત કરીએ છીએ આ વર્ષે સોલ્વ ફોર ટુમોરો વધુ ભવ્ય અને વધુ સમાવેશક રહેશે. અમે વધુ શહેરોમાં પહોંચી રહ્યા છીએ, વધુ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને સહભાગી કરી રહ્યા છીએ અને ડિઝાઈન થિન્કિંગના સિદ્ધાંતો લાગુ કરીને નાવીન્યતા લાવવા માટે તેમને માટે ક્ષિતિજો નિર્માણ કરી રહ્યા છીએ. સોલ્વ ફોર ટુમોરો ભારત સરકારની પહેલ #DigitalIndia પ્રત્યે અમારી મજબૂત કટિબદ્ધતાનો દાખલો છે, જે આપણા યુવાનોને ભવિષ્યના ઘડવૈયાઓ બનવા માટે સશક્ત બનાવે છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જે બી પાર્કે જણાવ્યું હતું.

“આઈઆઈટી દિલ્હી યુવાનોમાં નવીનતા, વેપાર સાહસિકતા અને અસલ દુનિયાની સમસ્યા ઉકેલવા કેળવણી કરવા માટે રોમાંચિત છે. સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સાથે અમારું જોડાણ યુવાનોને તેમના વિચારો સમાજ પર પ્રભાવ પાડતી પ્રોડક્ટોમાં ફેરવવા મદદરૂપ થવા માટે મેન્ટરશિપ, રિસર્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નિકલ માર્ગદર્શન આપે છે. અમને આ પહેલનો હિસ્સો બનવાની ખુશી છે, જે સામાજિક રીતે સતર્ક નવીનતા અભિમુખ બનાવે છે અને વિકસિત ભારતમાં યોગદાન આપે છે,’’ એમ આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટર રંજન બેનરજીએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button