બિઝનેસ

એચડીએફસી સિક્યોરિટીઝ રજૂ કરે છે HDFC TRU

સુરત: એચડીએફસી સિક્યોરિટીઝ તેની નવી વેલ્થ એડવાઇઝરી ઓફરિંગના લોન્ચની જાહેરાત કરી છે. એચડીએફસી સિક્યોરિટીઝ હવે અલ્ટ્રા-નેટ વર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ), અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (યુએચએનઆઈ), ફેમિલી ઓફિસીસ અને કોર્પોરેટ ટ્રેઝરીઝ માટે વ્યાપક વેલ્થ એડવાઇઝરી સોલ્યુશન્સ પૂરા પાડવા માટે તેના સર્વિસ પોર્ટફોલિયોને વિસ્તારી રહી છે.

એચડીએફસી સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ ધીરજ રેલ્લીએ જણાવ્યું હતું કે “અમે અમારા વેલ્થ એડવાઇઝરી બિઝનેસને લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલાઇઝ્ડ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ પૂરા પાડીને તેમને સશક્ત કરવાના અમારા સમર્પણનો પુનરોચ્ચાર કરીએ છીએ.

HDFC TRU રજૂ કરવા સાથે અમે એચએનઆઈ, અલ્ટ્રા એચએનઆઈ, ફેમિલી ઓફિસીસ અને કોર્પોરેટ ટ્રેઝરી માટે ખાસ તૈયાર કરાયેલા વ્યાપક વેલ્થ એડવાઇઝરી સોલ્યુશન્સનો સમાવેશ છે.  HDFC TRUનું સુકાન પ્રણબ ઉનિયાલ સંભાળશે જેઓ વેલ્થ મેનેજમેન્ટ અને એડવાઇઝરી ભૂમિકામાં ખાસ્સો અનુભવ ધરાવે છે. HDFC Tru હેઠળ સંસ્થા ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ પર ઝીરો બ્રોકરેજ, કોઈ છૂપી ફી નહીં તેમજ ઇક્વિટી, ડેટ, પ્રાઇવેટ માર્કેટ્સ, કોમોડિટીઝ, રિયલ એસ્ટેટ, ગ્લોબલ ઇન્વેસ્ટિંગ અને સક્સેશન પ્લાનિંગ સહિતના વિવિધ લાભો પૂરા પાડશે. આ ઉપરાંત, મજબૂત સિસ્ટમ્સ ઇન્ટેલિજન્ટ એનાલિટિક્સ, એક્ટિવ એલર્ટ્સ, કસ્ટમાઇઝેબલ વ્યૂઝ અને વિવિધ રેન્જના ટૂલ્સ ધરાવે છે જેનાથી ક્લાયન્ટ્સ માહિતગાર રોકાણ નિર્ણયો લઈ શકશે.

એચડીએફસી સિક્યોરિટીઝના હેડ-વેલ્થ એડવાઇઝરી પ્રણબ ઉનિયલે જણાવ્યું હતું ભારતીય ઘરેલુ નાણાંકીય અસ્ક્યામતો ત્રણ ગણી વધવાની સંભાવના છે જે નાણાંકીય વર્ષ 2024માં લગભગ રૂ. 350 લાખ કરોડથી વધીને આગામી દાયકામાં રૂ. 1,000 લાખ કરોડથી વધવાની સંભાવના છે.”

અમે અંદાજ મુજબ મ્યુચ્યુઅલ ફંડ એયુએમ લગભગ 15 ટકાના સીએજીઆરથી વધશે અને 2034 સુધીમાં રૂ. 200 લાખ કરોડથી વધુના આંકડે પહોંચશે. આનાથી દેશના જીડીપીમાં લગભગ 25 ટકાનું યોગદાન મળશે. હાલ, કુલ રૂ. 31 લાખ કરોડમાંથી રૂ. 4 લાખ કરોડના મૂલ્યની માત્ર 13 ટકા જ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ એયુએમ જ આરઆઈએ દ્વારા મેનેજ થાય છે. બાકીની 85 ટકા એયુએમ ડીઆઈવાય અભિગમથી મેનેજ થાય છે જે દર્શાવે છે કે વેલ્થ એડવાઇઝરી સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની તકો રહેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button