ગુજરાતના વેટરન ખેલાડીઓએ 31મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપમા 26 મેડલ જીત્યા

ગાંધીધામ, ફેબ્રુઆરી 24: રાજ્યના અનુભવી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં ફેબ્રુઆરી 21 થી 23 દરમ્યાન ઇન્દોર ખાતે વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિ દ્વારા આયોજિત UTT 31મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વિવિધ કેટેગરીમાં કુલ 26 જેટલા મેડલ સાથે પરત ફર્યા હતા.
અમદાવાદની વરિષ્ઠ મહિલા ખેલાડી પ્રસુન્ના પારેખે આ ચેમ્પિયનશિપમા મોટી સફળતા હાંસલ કરી હતી કારણ કે તેણે મહિલા સિંગલ્સ 50+ ઇવેન્ટ સહિત ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા જીત્યાં હતા જ્યાં તેણીએ તેની રાજ્ય સાથી સોનલ જોશીને ફાઇનલમાં હરાવ્યું હતું.
શિતલ શાહે મહિલા સિંગલ્સ 40+ ફાઈનલમાં બંગાળની મીનુ બાસાકને હરાવીને વ્યક્તિગત ગોલ્ડ પણ મેળવ્યો હતો જયારે તેની પાર્ટનર શ્રદ્ધા મહેશ્વરી સાથે મહિલાઓની 40+ ડબલ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
ઈન્દ્રેશ પુરોહિતે મેન્સ સિંગલ્સની 80+ ફાઈનલ મુકાબલામાં દિલ્હીના બીએન ખઝાંચી પર જીત મેળવીને ગુજરાતનો ત્રીજો વ્યક્તિગત ગોલ્ડ મેળવ્યો હતો.
આ ત્રણ વ્યક્તિગત ગોલ્ડ ઉપરાંત, રાજ્યના ખેલાડીઓએ વ્યક્તિગત, પુરૂષો અને મહિલા ડબલ્સ, મિશ્રિત ડબલ્સ અને ટીમ ઇવેન્ટ્સમાં ઘણા મેડલ જીત્યા હતા.
ગુજરાતની 50+ પુરૂષોની ટીમ (મિહિર વ્યાસ, પ્રણવ જોશીપુરા, હિરલ મહેતા, બિરેન સોની અને મલય ઠક્કર) અને મહિલા ટીમ (પ્રસુન્ના, સોનલ જોશી, નેહા પટેલ, દિવ્યા પંડ્યા અને કિન્નરી પટેલ)ની ટીમે ટીમ ઈવેન્ટમાં સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું અને બંને ટીમો પોતપોતાની ફાઈનલ જીતીને ટોપ પર રહી હતી. પુરુષોની ટીમએ IA અને AD-A પરની જીત બાદ તેમની લાંબા સમયથી રાહ જોવાતી શૈલીમાં ગોલ્ડ જીત્યો હતો. જયારે મહિલા ટીમે મહારાષ્ટ્ર-એની ટીમને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.