બિઝનેસસુરત

અમેરિકાના એટલાન્ટામાં ગુજરાતના ઉદ્યોગપતિઓનો ટેક્સટાઈળ એક્સપો યોજયો

સુરત અને ગુજરાતમાં બનેલી ટેક્સટાઈલ પ્રોડક્ટ જોવા માટે પહેલા દિવસે 400થી વધારે અમેરિકનો આવ્યા

સુરત, ઓક્ટાવીયા એક્સપોઝિયમ, ફેડરેશન ઓફ ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, પાંડેસરા વિવર્સ કો.ઓ.સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજથી અમેરીકાના એટલાન્ટા ખાતે ગ્લોબલ ટેક્ષટાઇલ ટ્રેડ ફેરનો શાનદાર આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીટીટીએફ ઇન્ટરનેશનલ કમિટીના બોબી પટેલ, જ્યોર્જિયા સ્ટેટ સેન્ટર શેખ રહેમાન, સ્થાનિક પોલિટિકલ, કોમર્સ અને કોમ્યુનિટી એફેર્સના કોન્સુલ મદન ઘિલદિયાલ, ઓક્ટાવિયા સિમ્પોઝિયમના સી.ઇ.ઓ. સંદીપ પટેલ, એટલાન્ટાના શક્તિ મંદિરના ટ્રસ્ટી બોબ પટેલ, આશિષ ગુજરાતી, અશોક જીરાવાલા વગેરેએ જીટીટીએફ સેકન્ડ એડિશનનો આરંભ કરાવ્યો હતો.

એટલાન્ટા ખાતે ખૂલ્લા મૂકાયેલા ગ્લોબલ ટેક્ષટાઇલ ટ્રેડ ફેરમાં ઇન્ડીયન એથેનિક વેર, તહેવારોમાં પરીધાન કરાતા પુરૂષો, મહિલા અને બાળકોના વસ્ત્રો, વિવિધ પ્રકારના કાપડ અને કાપડના ઉત્પાદનોની વિશાળ શ્રેણીથી ડિસ્પ્લે કરવામાં આવી છે. પહેલા જ દિવસે અમેરીકાના 400થી વધારે ખરીદારોને જીટીટીએફમાં ડિસ્પ્લે કરાયેલી વસ્ત્ર શ્રેણી અને ફેબ્રિક ખૂબ પસંદ પડ્યા હતા અને સ્થાનિક ખરીદારોએ ખાસ્સી ખરીદી પણ કરી હતી.

નજીટીટીએફમાં ગુજરાત અને સુરતના એક્ઝિબિટર્સે બેડશીટ્સ, બાથ અને કિચન વેર જેવા હોમ ટેક્સટાઇલ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કર્યુ છે. ફેબ્રિક્સ અને ટેક્ષટાઇલ ગારમેન્ટીંગમાં અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી તૈયાર કરાયેલા ગારમેન્ટ્સની વિશાળ શ્રેણી નિહાળીને મુલાકાતીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીટીટીએફ ઇન્ટરનેશનલ કમિટીના ચેરમેન બોબી પટેલનું જણાવ્યું હતું કે, “ભારત અને યુએસએ વિશ્વ ટેક્સટાઇલ વેપારમાં મુખ્ય ફાળો આપનારા દેશો છે તેમાં પણ ગુજરાત અને જ્યોર્જિયાનું પ્રદાન વિશેષ છે. જીટીટીએફ પ્લેટફોર્મ ચોક્કસપણે ભારત અને યુએસએના ટેક્સટાઇલ ઉદ્યોગના દ્વિપક્ષીય વેપારને સુધારવામાં મદદ કરશે.”

જ્યોર્જિયાના સેનેટર શેખ રહેમાનને સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય કાપડ ઉત્પાદન દ્વારા અપનાવવામાં આવેલી તકનીકી પ્રગતિ ચોક્કસપણે આપણા દેશ માટે ગુણવત્તા અને સ્પર્ધાત્મક કિંમતની ખાતરી આપે છે.
એટલાન્ટાના કોન્સ્યુલ (રાજકીય, વાણિજ્ય અને સામુદાયિક બાબતો) મદન ઘિલડિયાલે જણાવ્યું હતું કે, “ભારતે ગયા વર્ષે લગભગ 35 બિલિયન ડૉલરના ટેક્સટાઇલ ઉત્પાદનોની નિકાસ કરી હતી. તેમાંથી 30% યુએસએમાં વપરાય છે. અને તેનો એક અંશ એટલાન્ટામાં જીટીટીએફ થકી સાંપડ્યો છે. મને ખાતરી છે કે ખરીદદારોને અહીં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો મળશે.”

સંદિપ પટેલ, સીઇઓ, ઓક્ટાવીયા એક્સપોઝિયમ LLP જણાવ્યું હતું કે “અમે ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરને ભવ્ય સફળ બનાવવા માટે અમારું હૃદય રેડ્યું છે. પ્રથમ આવૃત્તિમાં 1,200 મુલાકાતીઓ અને 58 પ્રદર્શકો વચ્ચેના નેટવર્કિંગ સાથે USD 400,000 બિઝનેસની જાણ કરવામાં આવી હતી અને અત્યંત વિશિષ્ટ અને નવીન ઉત્પાદનો સાથે હેન્ડપિક કરાયેલા 67 પ્રદર્શકો સાથેની આ બીજી આવૃત્તિ મુલાકાતીઓને ચોક્કસપણે આનંદદાયક બનાવશે. આવનારા વર્ષોમાં આ GTTF તમામ દેશોની ભાગીદારી સાથે તેની વૈશ્વિક યોગ્યતા સાબિત કરશે.”

પાંડેસરા વીવર્સ કોઓપરેટિવ સોસાયટીના પ્રેસિડેન્ટ અને જીટીટીએફના સહઆયોજક આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, મેં ભારતીય કાપડ ઉદ્યોગના લાભ માટે અને ખાસ કરીને સુરતમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓને આગામી વર્ષોમાં એક્સપોર્ટની તક મળે તે માટે ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરનું પ્લેટફોર્મ વિકસાવવા માટે છેલ્લા 2 વર્ષથી ટીમ ઓક્ટાવીયા એક્સપોઝિયમ એલએલસી દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયાસો જોયા છે. જીટીટીએફને બીજી વખત સફળ બનાવવા બદલ હું ઓક્ટાવીયાની ટીમને અભિનંદન આપું છું અને “યુએસએમાં મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનો”ના મારા પ્રયાસમાં જોડાવા માટે સુરતના પ્રદર્શકો અને ખાસ પ્રદર્શકોને પણ અભિનંદન આપું છું.

આખુ વર્લ્ડ 75 એમએમએફ ટેક્સટાઈલ ઉપયોગ કરેછે. સુરત એમએમએફના ટેક્સટાઈલમાં એક્સપોર્ટ છે. અમેરિકા ચાઈનાની એમએમએફનો બહિષ્કાર કરે છે. સુરતે આ તક ઝડપવા માટે આવા એક્ઝિબીશન વારંવાર કરવા જોઈએ. આવા એક્ઝિબીશન દ્વારા સુરત શું બનાવે છે તે દુનિયાને જાણવાનો મોકો મલશે.

એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસિએશનના પ્રમુખ અલ્કેશ પટેલે કહ્યું હતું કે, અમેરિકાની હોટલ મેરિયટ, હિલટોન અને હયાત હોટલ સહિતની અમેરિકાની મોટા ભાગની હોટલો જે ટેક્સટાઈલ મંગાવે છે તે ભારતમાંથી હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button