
સુરત : ગૂજરાત વિદ્યાપીઠ શિક્ષણના ક્ષેત્રમાં કાર્ય કરતી એક રાષ્ટ્રીય સંસ્થાની ઓળખ ધરાવે છે. સંસ્થાની પરંપરા મુજબ દર વર્ષે જુદા જુદા વિષયોને લઈને ગ્રામજીવન યાત્રાનું આયોજન થતું હોય છે. આ વર્ષે 10 થી 15 નવેમ્બર દરમ્યાન સ્વદેશી, સ્વાવલંબન અને સરદાર વિષયને કેન્દ્રમાં રાખીને યાત્રા સમગ્ર ગુજરાતમાં યોજાશે.
સુરત જિલ્લામાં સાત ટીમ છે. એમાંથી એક ટીમ સુરત શહેરમાં રોકાશે.ઉપરોક્ત વિષય ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘને પણ સો વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે દરેક શહેર અને ગામના સ્નાતકોનો સંપર્ક કરીને સ્નાતક સંમેલન માટે આમંત્રણ આપશે. શાળામાં ૧૦ થી ૧૫ નવેમ્બર દરમ્યાન સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વિશે વિદ્યાર્થીઓ સાથે વાતો કરશે. સુરત શહેરની ટીમ ચાર વિભાગમાં કામ કરી શાળાઓમાં ગાંધીવિચારનો પ્રચાર કરશે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્વાવલંબન યાત્રાનું આયોજન થયું છે. સુરત શહેરનું નેતૃત્વ ધ્વનિલ પારેખ સંભાળશે.



