ગ્રો મ્યુચ્યુઅલ ફંડે ભારતનું પ્રથમ ટોટલ માર્કેટ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સને ટ્રેક કરતી એક ઓપન-એન્ડેડ સ્કીમ
અમદાવાદ : ગ્રો મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી ટોટલ માર્કેટ ઈન્ડેક્સ પર આધારિત ગ્રો નિફ્ટી ટોટલ માર્કેટ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડનું સંચાલન શ્રી અનુપમ તિવારી(ફંડ મેનેજર) કરશે. ગ્રો નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સ ફંડ, નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સને ટ્રૅક કરશે અને ટ્રેકિંગ ભૂલોને આધીન, નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સના કુલ વળતરને અનુરૂપ ખર્ચ પહેલાં સંભવિત વળતર આપવાનું લક્ષ્ય રાખશે. આ ફંડ 3જી ઑક્ટોબર, 2023 થી ઑક્ટોબર 17મી, 2023 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે અને ચાલુ સબ્સ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટે યુનિટની ફાળવણીની તારીખથી અથવા તે પહેલાંના પાંચ બિઝનેસ(કામકાજના) દિવસોમાં ફરીથી ખોલવામાં આવશે. આ ભારતનું પ્રથમ ટોટલ માર્કેટ ઈન્ડેક્સ ફંડ હશે.
નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં ~750 શેરોનો સમાવેશ થાય છે. તેમાં લાર્જ-કેપ સ્ટોક્સ તેના વેઇટેજના 72.03% જેટલો હિસ્સો ધરાવે છે અને લગભગ 27.97% ઇન્ડેક્સમાં તેના વેઇટેજના મધ્યમ, નાના અને માઇક્રોકેપ શેરોને આભારી છે. આ રચના મધ્યમ અને નાની કંપનીઓની વૃદ્ધિની સંભાવનાઓ સાથે લાર્જ કેપ કંપનીઓની સ્થિરતાને સંતુલિત કરવા માંગે છે. આ ઇન્ડેક્સ NIFTY 50 દ્વારા આવરી લેવામાં આવેલા 49%ની સરખામણીમાં, NSE ના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનના લગભગ 96% નું પ્રતિનિધિત્વ કરે છે. આ વ્યાપક કવરેજ ભારતના શેરબજારનું સર્વગ્રાહી ચિત્ર રજૂ કરે છે. વધુમાં, તેની ડાયવર્સીફાઇડ(વૈવિધ્યસભર) પ્રકૃતિ વ્યક્તિગત સેક્ટર(ક્ષેત્રો) સાથે જોડાયેલા જોખમોને ઘટાડે છે. ઐતિહાસિક રીતે, આ ઇન્ડેક્સે કુલ અને જોખમ-સમાયોજિત વળતર બંનેની દ્રષ્ટિએ NIFTY 50 કરતાં વધુ સારો દેખાવ કર્યો છે, અને તેના દસ-વર્ષના ડ્રોડાઉન્સ NIFTY 50* સાથે સરખાવી શકાય છે.
(વિગતવાર એસેટ એલોકેશન અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તથા સ્કીમ સંબંધિત અન્ય માહિતી માટે www.growwmf.in પર SID નો સંદર્ભ લો)
ગ્રો ના COO અને સહ-સ્થાપક હર્ષ જૈને જણાવ્યું કે, “ભારતનું આર્થિક માળખું બહુ-પરિમાણીય છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળે છે. ગ્રો નિફ્ટી ટોટલ માર્કેટ ઈન્ડેક્સ ફંડ રોકાણકારોને ભારતના વિકાસથી લાભ મેળવવાની તક આપવા માંગે છે.”
ભારતમાં કોઈ બે રોકાણકારો પાસે એકસમાન રોકાણ લક્ષ્યો નથી તે સમજીને, ગ્રો મ્યુચ્યુઅલ ફંડ એવા ઉત્પાદનો બનાવવા માટે સમર્પિત છે જે લોકોને તેમની જરૂરત અનુસાર અનુકૂળ પડે. તેમાં વિવિધ માર્કેટ કેપ, સેક્ટર અને રોકાણ વ્યૂહરચનાઓ, નિષ્ક્રિય અને સક્રિય એમ બંને પ્રકારની યોજનાઓનો સમાવેશ થાય છે.
કંપનીના અભિગમ વિશે જણાવતા શ્રી જૈને ઉમેર્યું કે, “ગ્રો મ્યુચ્યુઅલ ફંડમાં, અમે રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેનો ઉદ્દેશ્ય તેમને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાની તક આપવાનો છે.”
યોજનામાં કેટલીક મુખ્ય એવી નિમ્ન બાબતોનો સમાવેશ થાય છે :
- ભારતીય શેરબજારમાં વ્યાપક એક્સપોઝર આપવાનો હેતુ
- એક જ રોકાણ સાથે સ્ટોક્સના વ્યાપક પોર્ટફોલિયોની ઍક્સેસ
- લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પર લક્ષ્ય
રોકાણકારો 3 થી 17મી ઓક્ટોબર સુધી ગ્રોવ નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સ ફંડમાં કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ રોકાણના પ્લેટફોર્મ મારફતે અથવા સીધા ગ્રો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું શરૂ કરી શકે છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને www.growwmf.in ની વિઝીટ કરો.