ગ્રોમેક્ષ એગ્રી ઈક્વિપમેન્ટ દ્વારા 2WD અને 4WD સેગ્મેન્ટમાં HP કેટેગરીના 8 નવાં ટ્રેક્ટર લોન્ચ

સુરત: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ. તથા ગુજરાત સરકારના સંયુક્ત સાહસ ગ્રોમેક્ષ એગ્રી ઈક્વિપમેન્ટ લિ. (જે અગાઉ મહિન્દ્રા ગુજરાત ટ્રેક્ટર લિ. તરીકે ઓળખાતી હતી) દ્વારા 4WD અને 2WD કેટેગરીમાં આઠ નવાં ટ્રેક્ટર લોન્ચ કરવામાં આવ્યાં છે, જેમાં 50 HPથી ઓછા સેગ્મેન્ટમાં સૌપ્રથમ ફેક્ટરી ફિટેડ કેબિન સિરીઝનો પણ સમાવેશ થાય છે. નવાં ટ્રેક્ટરો તમામ ગુજરાતના ગ્રોમેક્ષ ટ્રેક્ટર ડીલરો પાસે ઉપલબ્ધ થશે.
આ લોન્ચ સંદર્ભે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ફાર્મ ઈક્વિપમેન્ટ બિઝનેસના પ્રેસિડેન્ટવીજય નેકરાએ જણાવ્યું કે, “ગ્રોમેક્ષનું મિશન વિશ્વાસપાત્ર ઉત્વાદનો દ્વારા મહત્તમ ગ્રોથને બળ આપવાનું છે. આ ઉત્પાદનો ભારતીય કૃષિની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ છે અને એક જ દિવસમાં આઠ ટ્રેક્ટર લોન્ચ કરતાં અમને ગૌરવ થાય છે. આ પ્રત્યેક ટ્રેક્ટર વિશ્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ છે.
ગ્રોમેક્ષના શક્તિશાળી અને ઈંધણની બચત કરાવતા ડીઝલ એન્જિન તથા વિશ્વસ્તરીય ગીયર બોક્સ ટેકનોલોજીથી સજ્જ આ નવાં ટ્રેક્ટરો મહત્તમ કામગીરી આપી શકે છે અને તેનું સંચાલન સરળ છે. આ નવાં ટ્રેક્ટરો ફળફળાદીની ખેતી, સોપારીની ખેતી, વૈવિધ્યસભર પાકની ખેતી, પુડલિંગ તથા ભારે માલવહનમાં પણ ઉપયોગી થઈ શકે છે.
ટ્રેકસ્ટાર કવચ શ્રેણીમાં ગ્રોમેક્ષે 50 HPથી નીચેના સેગ્મેન્ટમાં ભારતની સૌપ્રથમ ફેક્ટરી-ફિટેડ કેબિન શ્રેણી દાખલ કરી છે જેને કારણે ખેડૂતોને સલામત, સાનુકૂળ તથા હવામાન સામે રક્ષણ આપશે. 50HPથી નીચી કેટેગરીમાં આ કેબિનથી ટ્રેક્ટર ચાલકને વધારાની સુરક્ષા અને સુવિધા મળશે પરિણામે સમગ્ર વર્ષ દરમિયાન ખેતીવાડી થઈ શકશે અને ઉત્પાદકતા વધશે. કંપની પ્રારંભમાં એરકંડિશન વિનાનું વેરિઅન્ટ બહાર પાડશે અને ત્યાર પછીના તબક્કામાં એરકંડિશનવાળી કેબિનનું વેરિઅન્ટ પણ ઉપલબ્ધ થશે.



