ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે એક નવીન, ટકાઉ અને ટ્રેસેબલ ફિલામેન્ટ યાર્ન “Raysileco” લોન્ચ કર્યું

સુરત, ગુજરાત : 1 ઓગસ્ટ, 2025 : આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ કંપની, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે તેની વિશ્વસનીય રેસિલ બ્રાન્ડ અંતર્ગત, એક નવી પ્રોડક્ટ “Raysileco” લોન્ચ કરી છે. કંપનીના સેલ્યુલોસિક ફેશન યાર્ન બિઝનેસ દ્વારા રજુ કરવામાં આવેલી આ પરિવર્તનશીલ પ્રોડક્ટમાં ટકાઉ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (VFY) સામેલ છે. આ પ્રોડક્ટ, તેના સ્ત્રોત અને ગુણવત્તા ચકાસણી માટે સંપૂર્ણ રીતે ટ્રેસેબલ છે.
ઉલ્લેખનીય છે કે, ‘Raysileco’ નું ઉત્પાદન લાકડાના પલ્પમાંથી કરવામાં આવે છે તેમજ તે પ્રમાણિત, ટકાઉ રીતે સંચાલિત જંગલોમાંથી જવાબદારીપૂર્વક મેળવવામાં આવે છે. આ પ્રોડક્ટ, પર્યાવરણ સંરક્ષણને પુરું સમર્થન આપે છે અને સંપૂર્ણ સપ્લાય ચેઇન પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(SGCCI) દ્વારા ગુજરાતના ટેક્સટાઈલ હબ તરીકે વિખ્યાત સુરતમાં 1 થી 3 ઓગષ્ટ દરમિયાન યોજાયેલા ‘યાર્ન એક્સ્પો’ના 7માં સંસ્કરણમાં કંપનીની આ નવી બ્રાન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ લોન્ચીંગ પ્રસંગે, સેલ્યુલોસિક ફેશન યાર્ન બિઝનેસના સીઈઓ શ્રી સત્યકી ઘોષે જણાવ્યું હતું કે, “Raysileco, મજબૂત પર્યાવરણ સ્થિરતા અને એડવાન્સ ટ્રેસેબિલિટી ટેકનોલોજી સાથે ઈનોવેશન(નવીનતા)ની ભાવનાનું પ્રતીક છે. આ લોન્ચ, ગતિશીલ બજારની જરૂરિયાતો અનુસાર વિકસિત થવા અને ઉમદા પરિણામ, જવાબદારી અને વિશ્વાસ સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવાની અમારી મહત્વકાંક્ષા દર્શાવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ પ્રોડક્ટ, પર્યાવરણ જાળવણી અને એન્ડ-ટુ-એન્ડ ટ્રેસેબિલિટી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. આની સાથે જ, તે અમારા વેલ્યુ ચેઈનના ભાગીદારોને તેઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા દરેક ફિલામેન્ટને ચકાસવા અને તેના પર વિશ્વાસ કરવા માટે આત્મવિશ્વાસ પણ પ્રદાન કરે છે.”
Raysileco પ્રોડક્ટે, મોલેક્યુલર-લેવલ અને ટેકનોલોજી-સક્ષમ ટ્રેસેબિલિટીને સીધા યાર્નમાં એમ્બેડ કરીને યાર્ન ઉત્પાદનમાં મહત્વપૂર્ણ પ્રગતિ પ્રાપ્ત કરી છે. આ ઈનોવેશન, ઉત્પાદનની સફરમાં એન્ડ-ટુ-એન્ડ વિઝિબિલિટી પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે વેલ્યુ ચેઈનના ભાગીદારોને યાર્ન ઉત્પાદનથી લઈને છૂટક વેચાણ સુધી અવરોધ વિના, ચકાસણી સાથે સશક્ત બનાવે છે.
Raysileco ની મુખ્ય ખાસિયત એ છે કે, તે ભૌતિક અને ડિજિટલ ટ્રેસેબિલિટી ટેકનોલોજીનું એકીકરણ કરે છે, જે દરેક તબક્કે પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. વર્તમાન સમયમાં, ફેશન ઉદ્યોગમાં પારદર્શિતાની માંગ સતત વધી રહી છે. જેને અનુલક્ષીને, Raysileco પ્રોડક્ટ, બ્રાન્ડ્સ અને પાર્ટનરોને સમગ્ર સપ્લાય ચેઇનમાં ઉત્પાદનોને પ્રમાણિત કરવા અને જવાબદાર સોર્સિંગને ચકાસવા સક્ષમ બનાવે છે.
મહારાષ્ટ્રમાં કલ્યાણ અને ગુજરાતમાં વેરાવળ ખાતે ગ્રાસિમના વ્યૂહાત્મક રીતે સ્થાપિત પ્લાન્ટ્સમાં ઉત્પાદિત, Raysileco એ ખરેખર સ્માર્ટ, સ્કેલેબલ અને ટેકનોલોજી-આધારિત ઉત્પાદન ક્ષમતાઓમાં કંપનીનું સતત વધતું રોકાણ દર્શાવે છે.
શ્રી ઘોષે આગળ ઉમેર્યુ હતું કે, “ટ્રેસેબિલિટી મિકેનિઝમ, ભૌતિક માર્કર્સ અને ડિજિટલ ટેકનોલોજી બંનેનો ઉપયોગ કરે છે. TextileGenesis™ સાથેની અમારી ભાગીદારી, ટકાઉ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન માટે સુરક્ષિત, બ્લોકચેન-આધારિત ટ્રેસેબિલિટીને સક્ષમ બનાવે છે. Fibercoins™ નામના યુનિક ડિજિટલ ટોકન્સનો ઉપયોગ કરીને, અમે સોર્સથી સ્ટોર સુધી યાર્નની ઉત્પાદન યાત્રાને ટ્રેક કરીએ છીએ, જેનાથી બ્રાન્ડ્સને મોનિટર કરવા માટે છેડછાડ-રહિત, રીઅલ-ટાઇમ ડિજિટલ રેકોર્ડ તૈયાર થાય છે.”
હાલમાં, પર્યાવરણ જાળવણીના સંદર્ભમાં, વિવિઘ પ્રોડક્ટના ઉત્પાદન માટેના વૈશ્વિક નિયમો વધુ કડક બની રહ્યા છે. તેથી વિશ્વભરની અગ્રણી ફેશન બ્રાન્ડ્સ, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ટ્રેસેબિલિટી ટૂલ્સ તરફ વળી રહ્યા છે. Raysileco બ્રાંડની ઉત્પાદન યાત્રામાં કાચા માલના સોર્સિંગથી લઈને પર્યાવરણીય રીતે અનુકૂળ ટકાઉ યાર્ન ઓફર કરવા સુધી દરેક તબક્કે, સસ્ટેનેબિલિટીને પૂરું પ્રાધાન્ય આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રેસિલ, વિશ્વભરમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાં પોટ સ્પન યાર્ન (PSY), કન્ટીન્યુઅસ સ્પન યાર્ન (CSY) અને સ્પૂલ સ્પન યાર્ન (SSY) એમ ત્રણ અલગ-અલગ ટેકનોલોજી ઓફર કરતી એકમાત્ર કંપની છે. હવે, ‘Raysileco’ બ્રાંડના લોન્ચીંગ સાથે, ગ્રાસિમનો સેલ્યુલોસિક ફેશન યાર્ન બિઝનેસ, વૈશ્વિક ફેશન લેન્ડસ્કેપમાં પારદર્શિતા અને પર્યાવરણ જાળવણી સાથે જવાબદાર ઉત્પાદનમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યો છે.