બિઝનેસસ્પોર્ટ્સ

ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીનો આભાર માન્યો !    

‘અદાણી ગ્રૂપે મને ત્યારે મદદ કરી, જ્યારે સૌથી વધુ જરૂર હતી’    

ચેસ ઓલિમ્પિયાડ 2024ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનો આભાર માન્યો છે. ગૌતમ અદાણીએ આપેલા સહકાર બદલ પ્રજ્ઞાનંદે તેમના પ્રત્યે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ભારતે 97 વર્ષ બાદ ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેવામાં ગૌતમ અદાણીએ વિજેતા ટીમની ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે ગૌતમ અદાણીની પ્રસંશા કરતા કહ્યું હતું કે “સફળતાની આ યાત્રામાં ઘણા લોકોએ મને સાથ-સહકાર આપ્યો છે, જેમાં મારા માતા-પિતા, મારા ટ્રેનર્સ, મારા પ્રથમ સ્પોન્સર અને છેલ્લા એક વર્ષથી મને સહાય કરી રહેલા અદાણી ગ્રુપનો સમાવેશ થાય છે. હું ખરેખર અદાણી ગ્રૂપનો ખૂબ જ આભારી છું.”

ગૌતમ અદાણીએ અગાઉ ચેસ ઓલિમ્પિયાડ-2024ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમને પાઠવેલા અભિનંદનની ગ્રાન્ડમાસ્ટરે પ્રતિક્રિયા આપી હતી. પ્રજ્ઞાનંધાએ તેમાં ગૌતમ અદાણીના સહકાર અને સમર્થન બદલ આભાર માન્યો હતો. પ્રજ્ઞાનંદે ખૂબ જ ઓછા સમયમાં ચેસમાં પોતાનું નામ ઘણું ઊંચું કરી લીધું છે.

પ્રજ્ઞાનંદે વધુમાં જણાવ્યું હતું કે, “અદાણી ગ્રૂપે મને ત્યારે ઘણી મદદ કરી છે જ્યારે તાલીમની સૌથી વધુ જરૂર હતી. અદાણી ગ્રૂપ મને તમામ સંભવિત મદદ કરી રહ્યું છે. હું આ વર્ષની શરૂઆતમાં પણ ગૌતમ અદાણી સરને મળ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે મારે ભારત દેશ માટે એક લક્ષ્ય નિર્ધાર કરવું જોઈએ. હું અદાણી સરના સમર્થન માટે ખરેખર ખૂબ જ આભારી છું”.

ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા (x) પર પોસ્ટ શેર કરીને ભારતીય ચેસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે “ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે! ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરૂષ અને મહિલા બંને ટીમોને અભિનંદન! ભારત ચેસની રમતમાં પોતાનું વર્ચસ્વ ફરીથી સ્થાપિત કરી રહ્યું છે, જેનો ઉદભવ ભારતમાં જ થયો હતો.”

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદ ભારતના સર્વશ્રેષ્ઠ ચેસ ખેલાડી છે. રમત કૌશલ્યથી તે ભારતને સતત ગૌરવ અપાવી રહ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button