બિઝનેસસુરત

સુરત ખાતે ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એવોર્ડ્‌સ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે શુક્રવાર, તા. ૧૬ જૂન, ર૦ર૩ ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે લે મેરીડિયન (ટીજીબી), સિટી પ્લસ સિનેમા પાસે, ડુમસ રોડ, સુરત ખાતે ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. એવોર્ડ પ્રેઝન્ટેશન ફંકશનમાં ફિકકીના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ એડેલ્વીસ ગૃપના ચેરમેન એન્ડ સીઇઓ શ્રી રશેષ શાહ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના પ્રમુખ  હિમાંશુભાઇ બોડાવાલા, પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી રમેશભાઇ વઘાસિયા, SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન શ્રી રજનીકાંતભાઇ મારફતિયા અને ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી તથા ટ્રસ્ટના માનદ્‌ મંત્રી ડો. અનિલભાઇ સરાવગીએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને વર્ષ ૧૯૯૦માં ઉદ્યોગ અને વેપારની સેવા કરતા પ૦ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલિની ઉજવણી કરવામાં આવી હતી. જે તે સમયના ચેમ્બરના પ્રમુખ શ્રી રજનીકાંતભાઇ મારફતિયાએ ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવાનું વિચાર્યુ હતું અને ત્યારબાદ વર્ષ ૧૯૯૦ માં આ ટ્રસ્ટની સ્થાપના થઇ હતી.

ગોલ્ડન જ્યુબિલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, R & D, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્‌સનું વિતરણ કરે છે. ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્‌સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે.

ગોલ્ડન જયુબિલિ એવોડર્‌સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦ર૧–રર માટે ૧૪ કેટેગરી જેટલા એવોડર્‌સ આપવામાં આવશે. આ ઉપરાંત વખતો વખત ખૂબ જ સરસ કામગીરી બજાવનાર કોઇ વ્યકિતને તેમજ આખી જિંદગી પોતાના વ્યવસાયમાં કરેલી અદ્‌ભુત કામગીરી માટે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા છે.

એવોર્ડ્‌સનાં નામ

૧. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર
ર. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસિંગ સેકટર
૩. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ફેબ્રિક પ્રોસેસિંગ સેકટર
૪. શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ
પ. શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ
૬. કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન
૭. અલિધરા એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી
૮. એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ
૯. એનજે ઇન્ડિયા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ બાય એનજીઓ
૧૦. ફેરડીલ ફિલામેન્ટ્‌સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આંત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ
૧૧. અનુપમ રસાયણ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ
૧ર. મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન
૧૩. શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ઓફ ધી ઇયર
૧૪. શ્રી ગિરધરગોપાલ મુંદડા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન ફોર ધી ઇયર

આ ટ્રસ્ટ તરફથી ભુતકાળમાં નામાંકીત કંપનીઓ જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એલ એન્ડ ટી, શેલ હજીરા, એસ્સાર, કૃભકો, ઓએનજીસી, એનટીપીસી, સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, બારડોલી શુગર તથા જાણીતા ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ શાહ, શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, શ્રી વી. કે. બેદી, શ્રી વસંતભાઇ ગજેરા, શ્રી ભોગીલાલ બચકાનીવાલા, શ્રી ગફુરભાઇ બિલકીયા, શ્રી નિમીશભાઇ વશી, શ્રી એચ. એસ. કોહલી, શ્રી શંકરભાઇ સોમાણી, શ્રી જયેશભાઇ દેસાઇ (સુમુલ ડેરી), શ્રી લવજીભાઇ દાલીયા (બાદશાહ), શ્રી રાજુભાઇ શ્રોફ, શ્રી પ્રમોદભાઇ ચૌધરી, સુરતના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર કુમાર, અનુપમ રસાયણના શ્રી આનંદભાઇ દેસાઇ અને કલર ટેકસના શ્રી જયંતિભાઇ કબુતરવાલાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચાર વર્ષ પહેલા પ્રથમ વખત રિલાયન્સના એસ. એસ. કોહલી અને શહેરના અત્યંત પ્રતિષ્ઠિત વડીલ એવા પદ્‌મશ્રીથી સન્માનિત શ્રી યઝદીભાઇ કરંજીયાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ વિશિષ્ઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બધા એવોર્ડમાં સુરત ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્વલંત કામગીરી કરનારી કંપનીઓને એવોર્ડ આપવામાં આવશે.

ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટને જુદી–જુદી સંસ્થાઓ તરફથી ડોનેશન મળે છે, જેથી વિવિધ એવોર્ડને જે તે દાતાની ઇચ્છા પ્રમાણે નામ આપવામાં આવ્યા છે. આમ અત્યારે કુલ ૧૪ એવોર્ડમાંથી ૧૩ એવોર્ડ પુરસ્કૃત થયા છે અને બાકીના એક એવોર્ડ અંગે વાતચીત ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button