ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપે જ્વેલર્સ માટે સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો, નવી હાઇ-સિક્યોરિટીવાળી તિજોરીનું અનાવરણ કર્યું
તેનો હેતુ જ્વેલર્સને નવી નિયામક જરૂરિયાતો અંગે શિક્ષિત કરવાનો
સુરત, 23 ઑક્ટોબર 2024: ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપનો ભાગ, ગોદરેજ એન્ડ બૉયસના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે ખાસ કરીને જ્વેલરી સેક્ટર માટે તૈયાર કરવામાં આવેલી તેની નવીનતમ હાઇ-સિક્યોરિટી પ્રોડક્ટ લાઇન રજૂ કરી છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા તાજેતરમાં બનાવેલ કલાસ E સ્ટાન્ડર્ડસનું પાલન કરીને નવા લૉન્ચ કરવામાં આવેલ ડિફેન્ડર ઓરમ પ્રો સેફ DPIIT (વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય) દ્વારા રજૂ કરાયેલ નવીનતમ ક્વૉલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) નું પાલન સુનિશ્ચિત કરે છે.
ડિફેન્ડર ઑરમ PRO જ્વેલર્સને તમામ સંભવિત ઘરફોડ ચોરીના હુમલાઓ સામે રક્ષણ આપવાનું વચન આપે છે. ગોદરેજ દ્વારા વ્યાપક સંશોધન અને વિકાસ દ્વારા વિકસિત અદ્યતન અવરોધ સામગ્રી સાથે બનાવવામાં આવેલ, તે શ્રેષ્ઠ સાધન પ્રતિકાર પ્રદાન કરે છે. વધુમાં તેમાં એક આકર્ષક અને આધુનિક ફેસિયા, શ્રેષ્ઠ પકડ માટે એર્ગોનોમિક રીતે ડિઝાઇન કરેલ રાઉન્ડ હેન્ડલ અને તમારા ઇન્ટિરિયરને ઉન્નત કરવા માટે શાનદાર ચામડાની ચટાઇ છે. ડિફેન્ડર ઑરમ પ્રો ક્લાસ E તિજોરી, સ્ટાઇલ અને બેજોડ સુરક્ષાનું એક આદર્શ સંયોજન છે.
લોંચ પર બોલતા ગોદરેજ એન્ડ બૉયસના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસના સેલ્સ એન્ડ માર્કેટિંગ (ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ રિટેલ) નેશનલ હેડ શ્રી પર્સી માસ્ટરે કહ્યું કે “ગોદરેજ એન્ડ બૉયસમાં અમે માનીએ છીએ કે સુરક્ષાનો મતલબ માત્ર સંપત્તિની સુરક્ષા કરવાનો નથી– તે મનની શાંતિ અને સુખની ખાતરી કરવા અંગે છે, એ જાણીને કે અમારો કિંમતી સામાન સુરક્ષિત છે. ડિફેન્ડર ઑરમ પ્રો ક્લાસ ઇ તિજોરીની શરૂઆતની સાથે અમે ભારતમાં જ્વેલર્સની ઉભરતી સુરક્ષા આવશ્યકતાઓને સંબોધિત કરી રહ્યા છીએ. અમે ઉદ્યોગની આવશ્યકતાઓને સમજવા માટે નિયામકો સાથે મળીને કામ કર્યું છે અને એ ખાતરી કરી છે કે આ નવી તિજોરી તમામ જરૂરિયાતોના માપદંડનું પાલન કરે છે. સમકાલીન ખતરાઓનો સામનો કરવા માટે ડિઝાઇન કરાઈ, તે એક સ્પર્ધાત્મક ભાવ બિંદુ પણ જાળવી રાખે છે, જે સુરક્ષા અને પરવડે તેવા શ્રેષ્ઠ સંતુલન પ્રદાન કરે છે.
QCOના માધ્યમથી ભારત સરકારે આદેશ આપ્યો છે કે ભારતમાં ઉત્પાદિત તેમજ વેચવામાં આવતી તમામ ઉચ્ચ-સુરક્ષિત તિજોરીઓ પર ગુણવત્તાનો હોલમાર્ક એટલે કે BIS લેબલ હોવો જરૂરી છે. આ QCO નું પાલન કરવાની જવાબદારી વિક્રેતાની છે. આ નિયમનનો અર્થ એ છે કે ખરીદદારોને તમામ સપ્લાયર્સ પાસેથી ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ મળશે, આમ સુરક્ષા સાથે ચેડા ન થાય તેની ખાતરી થશે. ગ્રાહકોએ આ વિકાસ અંગે જાગૃત થવાની જરૂર છે અને તેમણે IS-550 માપદંડનું પાલન કરતા BIS લેબલવાળી ઉચ્ચ સુરક્ષિત તિજોરીની માંગણી કરવી જોઈએ. આ નિયમન જ્વેલર્સને તમામ સપ્લાયર્સ પાસેથી ઉચ્ચ-ગુણવત્તાવાળી તિજોરીઓ સુધી પહોંચવાનો અધિકાર આપે છે, જેમાં ગોદરેજ આ પહેલમાં નેતૃત્વની ભૂમિકા ભજવે છે. એ સુનિશ્ચિત કરે છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહે.