સુરત. શહેરના ઉધના મગદલ્લા રોડ ખાતે નવજીવન સર્કલ નજીક અંબિકા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પ્લોટ નં. ૨૯ થી ૩૨ માં આવેલ નિલકંઠ હાઉસ ખાતે જીઍમ નો ગુજરાતમાં સૌ પ્રથમ ઍક્સક્લુજીવ લકઝરીયસ શો રૂમની શરૂઆત થઈ છે. પદ્મીશ્રી સવજીભાઈ ઢોલકીયાના હસ્તે જીએમ શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અગ્રણી અતિથિઅો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આ પ્રસંગે જીએમ શો રૂમ અોન વ્હીલ વેન આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કુમારપાલ બાંદા (જીઍમ મોડ્યુલર પ્રાઇવેટ લી. ડિરેક્ટર) જે આ સંગે જણાવ્યુ હતુ કે જીએમ અોન વ્હીલ પ્રોડક્ટ ડિસ્પલે માટે વેન મુકી છે. જેમાં આર્કિટેક્ટર, કોન્ટ્રાક્ટર, ઇલેકટ્રીશિયન વેન માં આવી ને પ્રોડક્ટ નો અનુભવ લઈ શકે છે. જ્યા શો રૂમ નહી પહોચી શકે ત્યા ઓન વ્હીલ વેન માં જીએમ ના પ્રોડક્ટ જોવા અને જાણાવા તેમજ અનુભવવા મળે છે. ભારત માં પ્રથમ વખત જીઍમ દ્વારા પ્રોડક્ટ વેચવા માટે આ પ્રકારની વેન બનાવી છે. આ વેનમાં જીઍમના પ્રોડક્ટ અોટોમેશન અંગેનો સ્વઅનુભવ કરી શકાય છે. સ્વીચ, લાઈટ ,ઍલઈડી, ફેન, ની વિશાલ આધુનિક રેન્જ અહી જાવા મળી શકે છે. મુખ્ય અતિથિ પદ્મશ્રી સવજીભાઈ ઢોલકીયા શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહીને શો રૂમની શોભા વધારી હતી.
લલીત જૈન (કોર્પોરેટ પ્લાનીંગ ઍન્ડ સ્ટ્રેટીજી ડિરેક્ટર) એ વેન અંગે જણાવ્યુ કે આ વેન ચાલતુ ફરતુ શો રૂમ છે. દિલિપ છાબડીયાએ આ વેન ડિજાઈન કરી છે. ભારત નુ પ્રથમ ફાઈવ સ્ટાર લકઝરીયસ શો રૂમ છે. જેમા ઍન્જીનિયર કન્સલટન્ટ બિલ્ડર્સ તમામ જીએમના પ્રોડક્ટ ને જોઈ શકે સમજી શકે જાણી શકે અને જીએમ ના પ્રોડક્ટ ઉપયોગ કરી શકે. આ પ્રકારની મલ્ટીપર્પઝ વેન બનાવવાની અમારી યોજના છે.
મુખ્ય અતિથિ સવજીભાઈ એ આ પ્રસંગે શુભકામના સાથે સંદેશો આપ્યો હતો કે સુરતમાં જીએમ નો દસ વર્ષથી ઉપયોગ કરૂ છુ. તે સ્વીચ જુની થઈ ગઈ છે જે હવે નવી નખાવીશ. જીએમ સુરતમા શો રૂમ કરે છે ઍનો અર્થ સુરતમાં વિકાસ થઈ રહ્યો છે. ટેક્નોલોજી સાથ સુરતમાં નવા શો રૂમ થી લોકોને આધુનિક સિક્યોર સાધનો મળી રહેશે. માર્કેટ કરતા સસ્તા ભાવે વસ્તુ આપો તમે માત્ર સ્વીચ કે લાઈટ નહી પણ સુરક્ષા, લાગણી, સ્વાસ્થ, સંપત્તી વેચી રહ્યા છો. જીએમ પ્રોડક્ટ અંગે મને કોઈ પણ કંપ્લેન આવવી જાઈએ નહી તે પ્રમાણે સેલ્સ સર્વિસ આપજો.